ભારત-ચીન વચ્ચે 8 મહત્વની સમજુતી, સીમા વિવાદને ઉકેલવા સહમતી
નવી દિલ્હી, 20 મે : ચીન અને ભારતની વચ્ચે સોમવારે આઠ મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે બંને દેશોની એક પ્રેસ કોન્ફ્રેન્સમાં ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગે કહ્યું કે બંને દેશો વચ્ચે આ મુલાકાતથી વિશ્વાસ વધ્યો છે. જે કઇ પણ વિવાદો છે, તેને ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે ભારતીય પ્રધાનમંત્રીને મળીને તેઓ ખુશ છે, સીમા વિવાદને શાંતિ અને સોહાર્દથી ઉકેલીશું અને તેના માટે વાચચીત જારી રહેશે. વ્યૂહાત્મક મુદ્દાઓ પર સહમતિ બની છે. ચીની પીએમે કહ્યું કે બંને દેશ એક બીજાના હિતોનું નુકસાન કરવા નથી માંગતી. વિવાદોને પાછળ રાખી હિતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જળ સંશાધનના મામલા પર વધુ તાદાત્મ્ય સાધવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે ભારત અને ચીનના વિકાસ વગર એશિયા મજબૂત થશે અને નહી દુનિયા. ભારત અને ચીન વર્લ્ડ ઇકોનોમીના એન્જીન છે.
આ પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે ચીન સાથે સંબંધો વધું મજબૂત થશે. બંને દેશ સીમા પર શાંતિ ઇચ્છે છે. સિંહે જણાવ્યું કે બંને દેશોની વચ્ચે સીમા મામલા પર વાતચીત થઇ અને વાતચીત બંને દેશના પ્રતિનિધિયો વચ્ચે થઇ.

પ્રેસ કોંફ્રેન્સ પહેલા, ભારત અને ચીનની વચ્ચે આઠ મહત્વની સમજૂતી થઇ. બ્રહ્મપુત્ર નદી પર ભારત અને ચીનની વચ્ચે કરાર થયો છે. બંને દેશોની વચ્ચે વહેતી નદીઓ પર વાત થઇ. કૃષિ અને જળ સંશાધન ક્ષેત્ર, વાણિજ્ય અને વ્યાપારને લઇને પણ ઘણી સમજૂતી થઇ છે. કૈલાશ માનસરોવર યાત્રાને લઇને પણ સમજૂતી કરવામાં આવી છે. વિનિર્માણ ક્ષેત્રમાં રોકાણ માટે ચીનને આમંત્રણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
