• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત-ચીન બૉર્ડર પર બસ 400 મીટર દૂર સામસામે તૈનાત સેનાઓ, તલવારની ધાર જેવી સ્થિતિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક વાર ફરીથી પૂર્વ લદ્દાખમાં ચીન બૉર્ડર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણના સમાચાર છે. પેંગોંગ ત્સોના દક્ષિણ ભાગમાં એક વાર ફરીથી ભારત અને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનો વચ્ચે હિંસા થઈ છે. ભારતની સેનાએ 29થી 30 ઓગસ્ટની રાતે રેજાંગ લા-રેચિન લા પર કબ્જો કરી લીધો હતો. સાત સપ્ટેમ્બરે રોચિન લા પર બંને દેશો વચ્ચે ટકરાવ થયો છે. અત્યાર સુધી ભારત તરફથી આના પર કોઈ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ નથી પરંતુ સ્થિતિ એક સપ્તાહ બાદ ફરીથી ખૂબ જ તણાવપૂર્ણ થઈ ચૂકી છે.

ચીને ફરીથી કરી એલએસીમાં ફેરફારની કોશિશ

ચીને ફરીથી કરી એલએસીમાં ફેરફારની કોશિશ

ચીને એક વાર ફરીથી સોમવારે પેંગોંગ ત્સોના દક્ષિણ સ્થિતિમાં લાઈન ઑફ કંટ્રોલ(એલએસી)ની સ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ કરી. ચીન તરફથી દાવો કરવામાં આવ્યો કે ભારત તરફથી વૉર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા છે. ભારતના અધિકારીઓએ મંગળવારે સવારે માન્યુ છે કે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે પરંતુ બંને પક્ષો વચ્ચે ગ્રાઉન્ડ કમાંડરવાળી વાતચીત ચાલુ છે. રેચિન લા પર સોમવારે સાંજે 6 વાગીને 15 મિનિટ પર ટકરાવ શરૂ થયો હતો. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાંડ તરફથી સોમવારે રાતે ભારતના જવાનો પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમના તરફથી વૉર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા છે. જ્યારે હકીકત એ છે કે ઈન્ડિય આર્મી તરફથી ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ચીનને ગ્રીન લાઈનથી દૂર રાખવા માટે આ રીતના વૉર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા.

ગ્રીન લાઈન પાર કરવાની કોશિશ

ગ્રીન લાઈન પાર કરવાની કોશિશ

ગ્રીન લાઈન એ હિસ્સો છે જેને ચીન સન 1960થી એલએસી માને છે અને તે પેંગોંગ ત્સોના દક્ષિણમાં છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં જ પીએલએએ પેંગોંગના દક્ષિણમાં બધા લોકેશન્સ પર સ્થિતિને મજબૂત કરી લીધી છે. ચીનની વેસ્ટર્ન થિયેટર કમાંડ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતે તેની સીમા પર કબ્જાના હેતુથી અને પીએલને આ ક્ષેત્રમાં દાખલ થવાથી રોકવા માટે ફાયરિંગ કર્યુ હતુ. સૂત્રો તરફથી ગ્રાઉન્ડ કમાંડર્સને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે સ્થિતિ મુજબ નિર્ણય લે જેનાથી પીએલએને વધુ લાભ ન મળે. માનવામાં આવી રહ્યુ છે કે સોમવારે રાતે જે કંઈ પણ થયુ છે તે કદાચ તેનુ જ પરિણામ છે. રક્ષા વિશેષજ્ઞ નિતિન ગોખલે તરફથી ટ્વિટર પર જણાવવામાં આવ્યુ છે કે એલએસી પર અત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક અને કોઈ તલવારની ધાર જેવી છે.

ભારત તરફથી આપવામાં આવી વૉર્નિંગ

ભારત તરફથી આપવામાં આવી વૉર્નિંગ

તેમણે પોતાના ટ્વિટમાં માહિતી આપી છે કે ભારત તરફથી મુખપારી ચોટી પર કબ્જો કરવામાં આવ્યો હતો અને ચીની જવાનોએ આ તરફ જ્યારે વધવાની કોશિશો કરી તો એ વખતે વૉર્નિંગ શૉટ્સ ફાયર કરવા પડ્યા. મુખપારી રેજાંગ લાના ઉત્તરમાં છે અને આના પર 29-30 ઓગસ્ટની રાતે કબ્જો કરી લેવામાં આવ્યો હતો. 15 જૂને ગલવાન ઘાટી હિંસા બાદથી ભારતે નક્કી કરી લીધુ છે કે તે કોઈ પણ રીતે ચીનની આક્રમકતા આગળ ઝૂકશે નહિ. ચીન વિશે વિશેષજ્ઞોની માને છે કે વાતચીત સમયે તે સંપૂર્ણપણે સંલિપ્તતા બતાવે છે પરંતુ બૉર્ડર પર તેનુ આક્રમક વલણ ચાલુ છે. 30 ઓગસ્ટે જ્યારથી ભારત તરફથી પેંગોંગ ત્સોના દક્ષિણમાં રણનીતિક રીતે મહત્વ ધરાવતી ચોટીઓ પર કબ્જો કરવામાં આવ્યો છે તે બાદથી જ સેના તરફથી પીએલએના જવાનોને દૂર રહેવાની વૉર્નિંગ આપવામાં આવી રહી હતી.

મુશ્કેલ પરિસ્થિતિઓમાં અડગ છે આપણા સૈનિકો

મુશ્કેલ પરિસ્થિતિઓમાં અડગ છે આપણા સૈનિકો

ભારતે એ જ સમયે ચેતવણી આપી દીધી હતી કે જો તેમણે નજીક આવવાની કોશિશ કરી તો પછી તેમના પર ફાયરિંગ થઈ શકે છે. આ વખતે લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિક એકબીજાથી 300થી 400 મીટરના અંતરે છે. મુશ્કેલ રસ્તાઓ અને હવામાન બાદ પણ તે પૂરી ઈમાનદારીથી દેશની સુરક્ષામાં તૈનાત છે. પાંચ મેથી જ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવ ચાલુ છે. ચાર મહિના વીતી જવા છતાં પણ ટકરાવનુ કોઈ પરિણામ નથી. ઓગસ્ટ મહિનાના અંતમાં ચીને પેંગોંગના દક્ષિણમાં કબ્જાની કોશિશો કરી હતી અને ભારત તરફથી આનો જવાબ પણ આપવામાં આવ્યો. આ વર્ષે લદ્દાખમાં એલએસીની રક્ષામાં 23 ભારતીય સૈનિક શહીદ થઈ ચૂક્યા છે.

છિછોરેને એક વર્ષ પૂરુ, ટીમે શેર કર્યા એવા ફોટા જે તમારુ દિલ તોડી દેશેછિછોરેને એક વર્ષ પૂરુ, ટીમે શેર કર્યા એવા ફોટા જે તમારુ દિલ તોડી દેશે

English summary
India China tension: Situation is tense at India China border ground commanders talking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X