For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની ફરી નાપાક હરકત, ભારતીય સીમામાં ઘુસણખોરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જુલાઇ : ચીને એકવાર ફરી ભારતીય સીમામાં ઘુસણ ખોરી કરવાની નાપાક હરકત કરી છે. ગયા અઠવાડીયે ચીની સૈનિકોએ ઘુસણખોરીની કોશીસ કરી હતી. ચીને ફરી 100 જેટલા ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી.

ચીની સૈનિકોએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું અને તેમના હાથમાં બેનરો હતા જેની પર લખેલું હતું કે ભારત કબ્જાવાળી જમીન છોડે. આ ઘટના ગયા અઠવાડીએ મંગળવારે અને બુધવારની છે. ભારતીય સેના સાથે આમનો સામનો થયા બાદ ચીની સેના પોતાની સરહદમાં પાછી જતી રહી.

india china
આ ઘટનાને પીએમઓ, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને ચીની સૈનિકોની વચ્ચે આમને સામને જેવી સ્થિતિ લગભગ બે દિવસો સુધી ચાલી અને આ દરમિયાન એક ચીની ગાડી પણ ખરાબ થઇ ગઇ છે. ચીની સેનાના પાછા ગયા બાદ 18 જુલાઇના રોજ સ્થિતિ સામાન્ય થઇ.

ભારતીય સેનાની તરફથી એરિયા કમાંડરોની બેઠકની માંગ કરવામાં આવી હતી. આ વર્ષે જૂનના મહિનામાં ચીની સૈનિકોએ ચુમારમાં ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. આ પહેલા પણ ચુમારમાં ચીની સૈનિકોએ ઘુસણખોરી કરી હતી જે 5 મેના રોજ પૂરી થઇ હતી.

English summary
The Dragon is at it again. On two days last week, Chinese troops estimated by sources at as many as 100 crossed the LAC in Eastern Ladakh carrying banners asking India to vacate "occupied" territory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X