For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે બુચા હત્યાકાંડની નિંદા કરી સ્વતંત્ર તપાસની માંગ કરી!

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે લોકસભામાં યુક્રેન સંકટ પર ચર્ચા દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં થયેલી હત્યાઓની સખત નિંદા કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે લોકસભામાં યુક્રેન સંકટ પર ચર્ચા દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં થયેલી હત્યાઓની સખત નિંદા કરી હતી અને રહ્યું કે, "અમે બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન કરીએ છીએ." દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભારત યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતને પ્રોત્સાહિત કરી રહ્યું છે. "જો ભારત મદદ કરી શકે છે, તો અમને તેનો વિચાર કરવામાં આનંદ થશે."

Jaishankar

લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, અમે બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ. આ એક અત્યંત ગંભીર મામલો છે અને અમે સ્વતંત્ર તપાસની માંગને સમર્થન આપીએ છીએ. રશિયા-યુક્રેનમાં ભારત કોની વકીલાત કરી રહ્યું છે? સૌ પ્રથમ અમે આ સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમારું માનવું છે કે લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ ઉકેલ શોધી શકાતો નથી.

આ સિવાય કહ્યું કે આજના યુગમાં કોઈપણ વિવાદનો યોગ્ય જવાબ સંવાદ અને કૂટનીતિ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં રશિયા અને યુક્રેન યુદ્ધ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા શાંતિ ઈચ્છે છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતનું શ્રેષ્ઠ હિત એ સુનિશ્ચિત કરવાનું છે કે સામાન્ય નાગરિકોને વધારાની અને અનિવાર્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. "અમે નક્કી કરી રહ્યા છીએ કે અમારા શ્રેષ્ઠ હિતમાં શું છે. જટિલ પરિસ્થિતિમાં દરેક રાષ્ટ્ર તેની વસ્તીની સુખાકારીનું રક્ષણ કરતી નીતિઓ અપનાવે છે. આપણે ખાતરી કરવાની જરૂર છે કે ભારતમાં સામાન્ય માણસ સમસ્યાઓ ન હોય.

વધુમાં જયશંકરે જણાવ્યું કે સમાન મંતવ્યો શેર કરતા ઘણા દેશોએ ભારત સાથે વાતચીત કરી છે અને તેઓ સાથે મળીને કામ કરવા માટે ખુશ છે. અગાઉ, યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની હત્યાની નિંદા કરી હતી અને સ્વતંત્ર તપાસની માંગને સમર્થન આપ્યું હતું.

English summary
India condemns Bucha massacre and demands independent inquiry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X