India covid update : છેલ્લા 24 કલાકમાં 168063 પોઝિટિવ કેસ નોંધાયા, દેશમાં અધધ એક્ટિવ કેસ

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 11 જાન્યુઆરીના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ નોંધાયા છે.

India covid update : ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 11 જાન્યુઆરીના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ નોંધાયા છે. આવા સમયે એક દિવસમાં કોવિડ 19ના 69 હજાર 959 દર્દીઓ રિકવર થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 277 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. હાલમાં ભારતમાં કોવિડ 19ના સક્રિય કેસની સંખ્યા 8 લાખ 21 હજાર 446 છે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 84 હજાર મોત

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 84 હજાર મોત

ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 84 હજાર 213 લોકોના મોત થયા છે. હાલમાં કોરોનાનો મૃત્યુ દર દૈનિક આંકડા કરતા ઓછો છે. ડોક્ટર્સનુંકહેવું છે કે, કોરોના વાયરસના ત્રીજા મોજા દરમિયાન સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો દેખાતા નથી.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 3,58,75,790 છે. આવાસમયે અત્યાર સુધીમાં કુલ રિકવરી 3,45,70,131 છે.

દેશમાં રસીકરણનો આંકડો કેટલો પહોંચ્યો?

દેશમાં રસીકરણનો આંકડો કેટલો પહોંચ્યો?

ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયેલા રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 1,52,89,70,294 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 3જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોને પણ રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

આવા સમયે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અનેફ્રન્ટલાઈન વર્કર્સ અને મેડિકલ સ્ટાફને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. રસીની આ સુવિધા વોક ઈન રાખવામાં આવી છે.

દેશમાં ઓમિક્રોનના કેસ 4 હજાર 461

દેશમાં ઓમિક્રોનના કેસ 4 હજાર 461

જો કે, દેશમાં ઓમિક્રોનની સંખ્યા ઝડપથી વધી રહી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 4 હજાર 461 થઈ ગઈ છે,જેમાંથી 1 હજાર 711 દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસનો દૈનિક હકારાત્મક દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) હવે 10.64 ટકા છે.

દેશમાં દરરોજ થઈ રહ્યું છે 15 લાખથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ

દેશમાં દરરોજ થઈ રહ્યું છે 15 લાખથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 10 જાન્યુઆરીએ ભારતમાં 15 લાખથી વધુ કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ડેટા અનુસારછેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ માટે 15,79,928 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 69,31,55,280 નમૂના પરીક્ષણ(સેમ્પલ ટેસ્ટ)કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X