India Covid Update : દેશમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં એક લાખથી વધુ કેસ સાથે 302ના મોત નોંધાયા

દેશમાં કોરોના વાયરસના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસમાં દરરોજ કોવિડ 19ના દૈનિક આંકડામાં 50 થી 55 ટકાનો વધારો થઈ રહ્યો છે.

India Covid Update : દેશમાં કોરોના વાયરસના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસમાં દરરોજ કોવિડ 19ના દૈનિક આંકડામાં 50 થી 55 ટકાનો વધારો થઈ રહ્યો છે. 07 જાન્યુઆરીના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે.

આવા સમયે હાલના સમયગાળા દરમિયાન 302 કોરોના દર્દીઓના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 30 હજાર 836 દર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 71 હજાર 363 છે.

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4.83 લાખ

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4.83 લાખ

ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 178 છે. આ સાથા દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 3,52,26,386 નોંધાયા છે. જ્યારે કુલરિકવરી 3,43,71,845 છે. ભારતમાં કુલ રસીકરણનો આંકડો 149.66 કરોડ છે.

દેશમાં 16 જાન્યુઆરી, 2021ના રોજ શરૂ થયેલા રસીકરણ અભિયાન બાદ અત્યાર સુધીમાં1,49,66,81,156 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3 હજાર

દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3 હજાર

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 3,007 થઈ ગઈ છે. ઓમિક્રોનના 3,007 દર્દીઓમાંથી 1,199ને રજા આપવામાંઆવી છે અને તેઓ કોરોનામુક્ત થયા છે અને તેમની તબીયત સ્થિર છે.

દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 876અને દિલ્હીમાં ઓમિક્રોનના 465 કેસ છે.

દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 7.74 ટકા

દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 7.74 ટકા

દેશમાં કોરોનાની દૈનિક પોઝિટિવિટી રેટમાં પણ ઘણો વધારો થયો છે. હાલમાં દૈનિક હકારાત્મકતા દર વધીને 7.74 ટકા થયો છે. આજે દેશમાં કોરોનાના 1,17,100 નવાકેસ નોંધાયા છે, જે ગયા ગુરુવાર કરતા 28 ટકા વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X