ભારતે નેપાળ-ભૂતાન બોર્ડર પર નવી 23 ચોકીઓ બનાવી

border
નવી દિલ્હી, 19 ઓગસ્ટ : ભારતની નેપાળ અને ભૂતાન સરહદે મોટા પ્રમાણમાં થઇ રહેલી ઘૂસણખોરી રોકવા માટે અને હથિયારોની દાણચોરી અટકાવવા માટે આ સરહદ પર ભારતે 23 નવી ચોકીઓ બનાવી છે. આ ચોકીઓ બનાવવા ઉપરાંત ભારતે વધારે સૈનિકો પણ તૈનાત કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગેની દરખાસ્ત છેલ્લા કેટલાક સમયથી પ્રક્રિયામાં હતો. બિહાર અને બોધગયામાં સાત જુલાઇના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ તેના પર નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિના ભારત - નેપાળ સીમા પર પાંચ અને ભારત - ભૂતાન સીમા પર 18 નવી બોર્ડર પોસ્ટ (સીમા ચોકી) બનાવવામાં આવી છે.

આ નવી ચોકીઓ પર સશસ્ત્ર જવાનોની નવી ટુકડીઓનો તૈનાત કરવામાં આવી છે. ભારત ભૂતાન સાથે 699 કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ ધરાવે છે. જ્યારે નેપાળ સાથે 1751 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. બંને સરહદો પર 22 બટાલિયનોના અંદાજે 21,500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. નવી ચોકીઓની સાથે જ નેપાળ સરહદ પર ભારતની 455 ચોકીઓ થઇ ગઇ છે. જ્યારે ભૂતાન સરહદ પર હવે કુલ 160 ચોકીઓ કાર્યરત થઇ ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X