સિબ્બલનો મુલાયમને પડકાર, સરકાર પાડી બતાવો

એક કાર્યક્રમ દરમિયાન કપિલ સિબ્બલે જણાવ્યું કે કોઈમાં જો હિમ્મત હોય તો, તે યુપીએ સરકાર પાડી બતાવે. સિબ્બલે મુલાયમનું નામ લીધા વગર આ નિવેદન કર્યું છે, પરંતુ તેને મુલાયમ અંગેની ટિપ્પણી જ માનવામાં આવે છે.
એક ખાનગી ચૅનલ સાથેની વાતચીતમાં કપિલ સિબ્બલે જણાવ્યું કે જો કોઈની તાકાત હોય, તો સરકાર પાડી બતાવે. હવે આ તો તેમનું કામ છે. હું એમ તો ન કહી શકું કે હું સરકાર નથી ચલાવવા માંગતો. સિબ્બલે વિશ્વાસ વ્યક્ત કર્યું કે તેઓ સરકાર ચલાવશે અને પૂરા પાંચ વરસ ચલાવશે.
સિબ્બલના નિવેદનના જવાબમાં એસપી નેતા રામઆસરે કુશવાહાએ જણાવ્યું કે સિબ્બલની હેસિયત જ શું છે. તેમણે જણાવ્યું કે તેઓ સિબ્બલના નિવેદન અંગે સોનિયા ગાંધી અને મનમોહન સિંહને મળી ફરિયાદ કરશે. તેમણે સિબ્બલને પડકાર ફેંકતા જણાવ્યું કે લોકસભા ચૂંટણી તો 2014માં જ થશે, પરંતુ સિબ્બલ પોતાનું મંત્રાલય તો સારી રીતે સંભાળી લે.
નોંધનીય છે કે એસપી હાલ યુપીએ સરકારના બહારથી ટેકો આપી રહી છે. ડીએમકે દ્વારા ટેકો પાછો ખેંચાયા બાદ એસપી જ યુપીએ સરકારની સંકટમોચક બની રહી છે, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી કોંગ્રેસ ને એસપી વચ્ચે વધતા તણાવના પગલે દેશમાં લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વહેતી રહે છે.












Click it and Unblock the Notifications
