For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકી દાદાગિરી ભારતને સખત નાપસંદ, ભારતીય ક્ષેત્રમાં US નૌકાદળના યુદ્ધાભ્યાસનો વિરોધ

અમેરિકાના નૌસૈનિક બેડે ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં ઘૂસીને યુદ્ધાભ્યાસ કર્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત સાથે મળીને વિસ્તારવાદી વલણ સામે મોરચાની વાત કરનાર અમેરિકા ખુદ જ ભારત સામે અતિક્રમણ કરતુ પકડાઈ ગયુ છે. અમેરિકાના નૌસૈનિક બેડે ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં ઘૂસીને ખુદને આ ક્ષેત્રના સરપંચ સાબિત કરવાની કોશિશ કરી છે. જેના પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે આને આંતરરાષ્ટ્રીય સમુદ્રી નીતિનુ ઉલ્લંઘન ગણાવીને કહ્યુ છે કે અમેરિકી નેવીને આ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા અનુમતિ લેવી જોઈતી હતી.

navy

અમેરિકી નેવી શિપે ફ્રીડમ ઑફ નેવિગેશનના નામે લક્ષદ્વીપ પાસે ભારતીયના એક્સક્લુઝીવ ઈકોનૉમિક ઝોનમાં અભ્યાસ કર્યો હતો. અમેરિકી નૌકાદળના સાતમાં બેડે આ અભ્યાસમાં ભાગ લીધો હતો જેની માહિતી ખુદ અમેરિકી નૌકાદળે આપી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકી નૌકાદળે સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતા હેઠળ લક્ષદ્વીપ પાસે ભારત પાસેથી અનુમતિ વિના અભ્યાસમાં ભાગ લીધો હતો.

સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશનનુ ઉલ્લંઘન

ભારતે આના પર પ્રતિરોધ વ્યક્ત કરીને તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનુ ઉલ્લંઘન ગણાવ્યુ છે. ભારતે એક નિવેદન જાહેર કર્યુ જેમાં કહેવામાં આવ્યુ છે, 'સામુદ્રીક કાયદા અંગે સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન પર ભારત સરકારની અધિકૃત સ્થિતિ એ છે કે આ કન્વેંશન બીજા દેશોની તટીય દેશની સંમતિ વિના વિશેષ આર્થિક ક્ષેત્ર અને મહાદ્વિપીય શેલ્ફમાં સૈન્ય અભ્યાસ અથવા યુદ્ધાભ્યાસ માટે અધિકૃત નથી કરતા જેમાં વિશેષ રીતે હથિયારો કે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે.'

અમેરિકાને ચિંતાઓથી કરાવ્યા અવગત

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, 'ફારસની ખાડીથી મલક્કા જલડમરુ મધ્યની તરફ જઈ રહેલ યુએસએસ જૉન પૉવ જોન્સ પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યુ હતુ. અમે રાજનાયિક ચેનલોના માધ્યમથી અમારા આર્થિક ક્ષેત્રથી પસાર થવા અગે અમેરિકી સરકારને પોતાની ચિંતાઓથી અવગત કરાવ્યા છે.'

English summary
India express concern to america over us navy passage throw indian territory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X