For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે WHOના કોરોનાથી થયેલ મોતના આંકડાઓ પર વ્યક્ત કરી નિરાશા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ઉઠાવ્યા સવાલ

ભારતે સોમવાર 75મી વિશ્વ આરોગ્ય સભામાં WHO દ્વારા કોવિડ-19થી થયેલ મોતને લઈને રિપોર્ટ પર નિરાશા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

જિનીવાઃ ભારતે સોમવાર 75મી વિશ્વ આરોગ્ય સભામાં WHO દ્વારા કોવિડ-19થી થયેલ મોતને લઈને રિપોર્ટ પર નિરાશા વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે ભારત અને અન્ય દેશો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને અવગણીને જે રીતે WHO દ્વારા વધુ મૃત્યુ દર પર રિપોર્ટ તૈયાર અને પ્રકાશિત કરવામાં આવ્યો હતો તેના પર ભારત પોતાની નિરાશા વ્યક્ત કરવા માંગે છે.

mansukh mandaviya

માંડવિયાએ કહ્યુ કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ, એક બંધારણીય નિગમ છે જેમાં ભારતના બધા રાજ્યોના આરોગ્ય મંત્રીઓનુ પ્રતિનિધિત્વ છે. તેણે એક સર્વસમ્મત પ્રસ્તાવ પાસ કર્યો જેમાં મને આ અંગે તેમની સામૂહિક નિરાશા અને ચિંતા વ્યક્ત કરવા માટે કહેવામાં આવ્યુ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યુ છે તેમ રસી અને દવાઓ સુધી સમાન પહોંચને સક્ષમ કરવા માટે એક લચીલી વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલા બનાવવાની જરુર છે.

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે રસી અને ચિકિત્સા વિજ્ઞાન માટે WHOની અનુમોદન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને વધુ લચીલી આરોગ્ય સુરક્ષા બનાવવા માટે WHOને મજબૂત કરવાની જરુર છે. એક જવાબદાર સભ્ય તરીકે ભારત આ પ્રયાસોમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)નુ અનુમાન હતુ કે છેલ્લા બે વર્ષમાં લગભગ 15 મિલિયન લોકોએ કોરોના વાયરસ અથવા આરોગ્ય પ્રણાલી પર તેની અસરોને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિવિધ દેશો દ્વારા પૂરા પાડવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર 60 લાખ મૃત્યુના બમણા કરતાં વધુ છે. આમાંના મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે. જ્યારે ભારતમાં આ આંકડો 47 લાખ છે. આ સંખ્યા સત્તાવાર આંકડા કરતા લગભગ 10 ગણી વધારે છે.

નીતિ આયોગના સભ્ય વીકે પૉલે ભારતમાં કોરોનાથી થયેલા મૃત્યુ અંગે WHOના દાવા પર પોતાનો જવાબ આપ્યો. તેમણે કહ્યું છે કે જ્યારે ભારતમાં પહેલાથી જ કોરોનાના કારણે મૃત્યુના આંકડા છે ત્યારે આવી સ્થિતિમાં મોડેલ પર વિચાર કરી શકાય નહીં જ્યાં માત્ર અંદાજિત આંકડા જ જાહેર કરવામાં આવ્યા હોય. તેમણે કહ્યું કે અમે WHO દ્વારા આપણા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સાથે સહમત નથી.

English summary
India expresses dismay over WHO's Covid excess mortality report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X