For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષે 5 લાખ બાળકોના જીવ લેનાર વાઈરસ સામે લડવામાં ભારત નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: વિશ્વમાં દર વર્ષે જે રોગના કારણે બાળકોના સૌથી વધુ મોત થાય છે તેમા ડાયરિયા બીજા નંબરે છે. યુનિસેફના રીપોર્ટ મુજબ દર વર્ષે 8 લાખ બાળકો આ રોગનો ભોગ બને છે. આ રોગ રોટા વાઈરસના માધ્યમથી બાળકોના શરીરમાં પહોંચે છે.

પાંચ વર્ષના બાળકોમાં રોટા વાઈરસ એટલે કે ડાયરિયાનો ખતરો
1. આ વાઈરસ પાંચથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે.
2. આ વાઈરસ બહું જલ્દી સંક્રમિત થાય છે. અન્ય બાળકને પણ જલ્દી ભરડામાં લે છે.
3. દૂષિત પાણીના કારણે બાળકોમાં ફેલાય છે.
4. આ વાઈરસના કારણે બાળકોને ઝાડા અને ઉલ્ટી થવા લાગે છે.
5. બાળકો ડિહાડ્રેશનનો શિકાર થઈ જાય છે. જો સારવાર ના થાય તો બાળકનું મોત થાય છે.
6. જાન્યુઆરી મહિનામાં સમાચાર હતા કે ભારતે બહું જ ઓછી કિંમતે આ વાઈરસને ડામવા વેક્સીન તૈયાર કર્યું છે જે દરેક સરકારી હોસ્પિટલમાં ગરીબ બાળકો માટે મફતમાં મળશે.

પરંતુ સવાલ એ છે કે શું આ વેક્સીન દેશના તમામ બાળકોને મળી રહ્યું છે. જે જાણવા માટે નીચેની સ્લાઈડ્સ પર ક્લીક કરો.

સરકારી હોસ્પિટલ્સમાં વેક્સીન નથી

સરકારી હોસ્પિટલ્સમાં વેક્સીન નથી

દરેક ગરીબ બાળકોને સરકારી હોસ્પિટલ્સમાં રોટા વાઈરસની રસી મફતમાં મળશે તેવા આદેશ સરકારે આપી દીધા છે પણ દેશની એવી ઘણી સરકારી હોસ્પિટલ્સ છે જ્યાં આ રસી ઉપલબ્ધ જ નથી.

પાણી અને શૌચાલય પર રૂપિયા ખર્ચ કરે

પાણી અને શૌચાલય પર રૂપિયા ખર્ચ કરે

જો સરકાર દેશમાં પાણી અને શૌચાલય પર પૈસા ખર્ચ કરે અને તેને વધુ શુદ્ધ બનાવે તો દેશમાં ડાયરિયાના કેસને ઘટાડી શકાય છે. ભારતમાં શહેરી વિસ્તારોમાં 63 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 72 ટકા સ્થળે શૌચાલય નથી.

પીવાના પાણીને શુદ્ધ કરવામાં આવે

પીવાના પાણીને શુદ્ધ કરવામાં આવે

જો પીવાના પાણીનું શુદ્ધિકરણ અને રહેવાસી વિસ્તારોને સાફ રાખવામાં આવે તો 40 ટકા બાળકોને ડાયરિયાથી બચાવી શકાય છે. જો લોકો પોતાના ઘરમાં સાફ સફાઈ સારી રીતે રાખે અને ચોખ્ખાઈનું ધ્યાન રાખે તો આ રોગમાં ખાસ્સો ઘટાડો થઈ શકે છે. યુનિસેફના જણાવ્યા મુજબ આ રીતે 30 ટકા સુધી આ બિમારીમાં ઘટાડો થઈ શકે છે.

4,50,000 બાળકો રોટાવાઈરસના શિકાર

4,50,000 બાળકો રોટાવાઈરસના શિકાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રીપોર્ટ મુજબ દર વર્ષે વિશ્વમાં 4,50,000 બાળકો આ વાઈરસનો શિકાર બને છે. જેમાંથી 98,000 ભારતીય બાળકો હોય છે.

સાવધાની જ બચાવ

સાવધાની જ બચાવ

દરેક સરકારી હોસ્પિટલમાં મફત રસી આપવી તેવા સરકારના આદેશને હકીકતમાં બદલાતા ઘણો સમય લાગશે. પરંતુ થોડી સાવધાની રાખવાથી આ વાઈરસના આક્રમણથી બાળકોને બચાવી શકાય છે.

English summary
Indian Health Ministry has failed to fight against the killer virus, Rota Virus or a virus which causes diarrhea. Every year it claims 5 lakh lives of children below 5 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X