For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો પ્રથમ ભૂગર્ભજળ નકશો રજૂ કરાયો

|
Google Oneindia Gujarati News

India map
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર : આજે સરકારે એક વિશેષ કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભજળના સ્તરમાં તીવ્ર ઘટાડો થયો છે. સામાન્ય લોકો પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.

આજે દિલ્હીમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન એસ સી ધીમન દ્વારા ભારતનો પ્રથમ ભૂગર્ભજળ નકશો રજૂ કરતા સમયે ભારતમાં ભૂગર્ભજળની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે 'હિમાચાલ પ્રદેશમાં ભૂગર્ભજળનું સ્તર સૌથી સારું છે કારણ કે જેટલું ભૂગર્ભજળ બહાર કાઢવામાં આવે છે તેટલી જ ઝડપથી તેનો પુન:સંચય કરવામાં આવે છે. આ નકશામાં સૌપ્રથમવાર ભારતના ભૂગર્ભજળસ્તરની સ્થિતિને દર્શાવવામાં આવી છે.'

આ પ્રસંગે જળ સંસાધન પ્રધાન પવન કુમાર બંસલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નકશામાં ભારતના 14 મુખ્ય ભૂગર્ભજળસ્તર અને 42 મોટા ભૂગર્ભજળસ્તરને આવરી લેવામાં આવ્યા છે. આગામી સાત વર્ષમાં તમામ અંદાજે 1000 ભૂગર્ભજળસ્તરને આવરી લેવામાં આવશે. બંસલે ભારતનો ભૂગર્ભજળસ્તર નકશો જાહેર કરવા ઉપરાંત હિમાચાલ પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કર્ણાટક, મેઘાલયના પણ ભૂગર્ભજળસ્તર નકશા રજૂ કર્યા હતા.

English summary
India's first aquifer atlas released by Central Ground Water Board Chairman S C Dhiman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X