UNSC સ્થાઈ સભ્યપદ માટે ભારતને બ્રિટનનો સાથ મળ્યો, વિદેશ સચિવે ભારતનું સમર્થન કર્યુ
લાંબા સમયથી ભારત યુનાઈટેડ નેશન્સમાં કાયમી સભ્યપદ મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે ત્યારે હવે ભારતને બ્રિટનનો સપોર્ટ મળ્યો છે. બ્રિટનના વિદેશમંત્રી ભારતનું સમર્થન કર્યુ છે.
અહેવાલો અનુસાર, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ યુએનમાં કાયમી સભ્યપદ માટે બ્રાઝિલ, જર્મની અને જાપાન સાથે ભારતને સમર્થન આપતાં યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણની પહેલ કરી છે.

આ સાથે સાથે બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું છે કે, આફ્રિકા વિશ્વ મંચ પર વધુ બુલંદ અવાજને પાત્ર છે. મંગળવારે કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, દુનિયામાં આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તે વિશાળ છે, પરંતુ આપણી પાસે સકારાત્મક પ્રગતિ કરવાની તક છે.
તેમણે કહ્યું કે, આનો અર્થ એ છે કે આપણે આપણા પરંપરાગત મિત્રો અને સાથીઓ સાથે કામ કરીએ છીએ પરંતુ એ પણ છે કે આપણે વિશ્વની ઉભરતી શક્તિઓને સાથે લાવવાની છે. ઉદાહરણ તરીકે, યુકેએ યુએન સુરક્ષા પરિષદના વિસ્તરણને પ્રોત્સાહન આપ્યું છે.
તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારત, બ્રાઝિલ, જર્મની, જાપાનને કાયમી સભ્યપદ મળવું જોઈએ. તેમણે કહ્યું કે, આફ્રિકા વિશ્વ મંચ પર તેનો અવાજ બુલંદ કરવા ખરેખર લાયક છે.
આ દરમિયાન વિદેશ સચિવે પોતાની બેઈજિંગ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યાં બંને દેશો વચ્ચે ઊંડો મતભેદ છે ત્યાં પણ તેમણે ચીનને સાથે આવવા કહ્યું છે.
તેમણે આગળ કહ્યું કે, તેમણે ચીનને એ પણ કહ્યું છે કે, શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર બંધ કરવામાં આવે. તેમણે તાઈવાન સ્ટ્રેટ પર ચીને લીધેલા કડક વલણ અંગે પણ ચીન સાથે વાત કરી છે.
બ્રિટનના વિદેશ સચિવે આગળ જણાવ્યુ કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માને છે કે તે યુક્રેન અને વિશ્વભરના તેના મિત્રોને પછાડી શકે છે. જોકે તે ખોટા હતા. તેમણે યુક્રેનને સૈન્ય સહાય આપવા બદલ યુએસની પ્રશંસા કરી અને કહ્યું કે બ્રિટન, યુએસ અને વિશ્વના અન્ય દેશોના સમર્થનથી યુક્રેનિયનોને આ સંઘર્ષમાં લડવાની તક મળી.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
