ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નો પ્રારંભ, પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની હાઇલાઇટ
ઇન્ડિયા ગ્લોબલ વીક 2020નો પ્રારંભ, પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની હાઇલાઇટ
નવી દિલ્હીઃ આજે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ની શરૂઆત થઇ ગઇ છે. આ ફોરમમાં વિશ્વભરની ઈન્ડસ્ટ્રીના મહાનુભાવો ભાગ લઇ રહ્યા છે. પ્રિન્સ ચાર્લ્સ પણ આ ફોરમમાં ભાગ લેનાર છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 (India Global Week 2020)નું ઉદ્ઘાટન કરી દીધું છે. 11 જુલાઇ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રેલવે મત્રી પીયૂષ ગોયલ, મંત્રી હરદીપ સિંહ પુરી, શશિ થરૂર, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સહિત કેટલીય હસ્તીઓ સામેલ થશે.

પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનની મહત્વની વાતો
- ઇન્ડિયા ગ્લોબલ વીક આયોજિત કરવા માટે પીએમ મોદીએ ઇન્ડિયા ઇંકનો આભાર માન્યો. પીએણ મોદી મુજબ આ કાર્યક્રમે ભારત અને અમેરિકા વચ્ચેસંબધોને વધુ મજબૂત કર્યા છે.
- પીએમ મોદીએ કહ્યું, હું આ બે વાતને બહુ નજીકથી જોવ છું. પહેલું છે ભારતીય કૌશલ જેને આખી દુનિયાએ જોયું અને ભારત ટેલેન્ટનું પાવર છે. બીજું છે ભારતની સુધાર અને ફરીથી ઉભા થવાની યોગ્યતા.
- પીએમ મોદીએ કહ્યું કે તમે જોયું હશે કે કેવી રીતે નમસ્તે દુનિયાભરમાં સન્માનનો એક પ્રચલિતભાગ બની ગયો છે. મહામારીએ પરંપરાઓ જેવા યોગને દુનિયાભમાં એક ઓળખ આપી છે.
- પીએમ મોદી મુજબ આજે આપણે ટેક્નોલોજીને ધન્યવાદ આપવો જોઇએ, કેમ કે આના દ્વારા જ લાભાર્થીઓના ખાતામાં સીધઆ રૂપિયા પહોંચ્યા છે. આ ઉપરાંત લોકોને મફત અનાજ, ગેસ સહિત કેટલીય અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
