સર્જીકલ સ્ટ્રાઇક બાદ બે મહિનામાં શહીદ થયા ત્રણ ગણા સૈનિક

Subscribe to Oneindia News

18 સપ્ટેમ્બરે થયેલા ઉરી હુમલા બાદ ભારતે 29 સપ્ટેમ્બરે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો. કહેવામાં આવ્યુ કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ. એમ પણ કહેવામાં આવ્યુ કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકની હરકતો પર લગામ લાગશે. પરંતુ આવુ કંઇ બન્યુ નહિ અને સુરક્ષાદળોએ સર્જીકલ સ્ટ્રાઇક બાદ અત્યાર સુધીમાં આપણા 26 જવાનો ગુમાવી દીધા છે.

martyr 1

સર્જીકલ સ્ટ્રાઇક બાદ પણ પાક સુધર્યુ નહિ

અમે સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના પહેલા અને આ સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના બાદ એ આંકડા તપાસવાની કોશિશ કરી જે સીમા પર બગડતી સ્થિતિ દર્શાવે છે. બે મહિના પહેલાની તુલનામાં સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના બાદ લગભગ ત્રણ ગણા સૈનિક શહીદ થઇ ગયા છે. જે આંકડા મળ્યા છે તેનાથી સાબિત થયુ કે ભારત તરફથી કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇક બાદ શહીદોનો આંકડો વધતો જ ગયો. એટલુ જ નહિ સર્જીકલ સ્ટ્રાઇક બાદ એક માસની અંદર બે વાર જવાનોના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યા.

martyr 2

સર્જીકલ સ્ટ્રાઇકનું કારણ

અમે આ આંકડામાં ઉરી હુમલાને શામેલ નથી કર્યા કારણકે તે હુમલો જ સર્જીકલ સ્ટ્રાઇકનું કારણ બન્યો હતો. તે હુમલામાં સેનાના 18 જવાન શહીદ થયા હતા. તમે પણ જુઓ કે એલઓસી પર સર્જીકલ સ્ટ્રાઇક પહેલા કેવો માહોલ હતો અને સર્જીકલ સ્ટ્રાઇક બાદ શું સ્થિતિ છે.

martyr 3

સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના પહેલા 9 શહીદ

જુલાઇમાં એલઓસી પર કુપવાડામાં ઇંડિયન આર્મી અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ.

15 ઓગસ્ટે શ્રીનગરના નોહટ્ટામાં આતંકી હુમલો થયો. ચાર કલાક સુધી અથડામણ ચાલી જેમાં સીઆરપીએફ કમાંડંટ શહીદ થયા અને 9 જવાન ઘાયલ થયા.

17 ઓગસ્ટે હિઝબુલ મુઝહિદ્દીનના આતંકીઓએ શ્રીનગર-બારામુલા હાઇવે પર સેનાના કાફલા પર હુમલો કર્યો. આમાં સેનાના બે જવાન શહીદ થઇ ગયા અને એક પોલિસકર્મીનું પણ મોત નીપજ્યુ હતુ. ઘણા વર્ષો બાદ બારામૂલામાં સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

11 સપ્ટેમ્બરે પૂંછમાં ભારતીય સેનાના હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો. જેમાં સેનાના બે જવાન અને બે પોલિસ કર્મી શહીદ થઇ ગયા. પૂંછનું એનકાઉંટર પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા બાદ સૌથી લાંબુ ચાલેલ એનકાઉંટર હતુ.

martyr 4

સર્જીકલ સ્ટ્રાઇક બાદ 26 શહીદ

4 ઓક્ટોબર- બારામૂલામાં બીએસએફ અને સેનાના કાફલા પર હુમલો. જેના કારણે બીએસએફનો એક જવાન શહીદ.

8 ઓક્ટોબર- આતંકીઓએ શોપિયા સેક્ટરમાં ગોળીબાર શરુ કર્યો જેમાં એક પોલિસ કર્મીનું મોત નીપજ્યુ.

16 ઓક્ટોબર- એલઓસી નજીક રાજૌરીના તારકુંદી વિસ્તારમાં ગોળીબાર બાદ રાજપૂત રેજિમેંટના જવાન સુદેશકુમાર શહીદ થઇ ગયા.

22 ઓક્ટોબર-બીએસએફના ગુરનામ સિંહ કે જે કઠુઆ જિલ્લામાં અને એક જવાન શોપિયામાં શહીદ થયા.

24 ઓક્ટોબર- બીએસેફના હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર આરએસપુરા સેક્ટરમાં પાકની મોર્ટાર ફાયરીંગમાં શહીદ થયા.

27 ઓક્ટોબર- બીએસએફના હેડ કોંસ્ટેબલ જીતેન્દ્ર સિંહ આરએસપુરા સેક્ટરમાં શહીદ થયા.

28 ઓક્ટોબર- તંગધારમાં એલઓસી પર ભારતીય સેનાના જવાન સંદીપસિંહ રાવત શહીદ થયા.

28 ઓક્ટોબર- નીતિન સુભાષ કોલી 28 વર્ષના બીએસએફ કોંસ્ટેબલ માછિલમાં પાકની ફાયરિંગમાં શહીદ.

28 ઓક્ટોબર- મનદીપ સિંહ રાવત માછિલમાં શહીદ થયા અને તેમના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો.

31 ઓક્ટોબર- પાક સેના તરફથી રાજૌર અને મોર્ટાર ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ.

6 નવેમ્બર- ભારતીય સેનાના મરાઠા લાઇટ ઇંફેંટ્રીના સિપાહી ગુરસેવક સિંહ અને નાયક તુકપાર રાજેન્દ્ર નારાયણ પૂંછમાં શહીદ.

8 નવેમ્બર- નૌશેરામાં નાયક પ્રીતમ સિંહ પાક સેનાની ફાયરિંગમાં શહીદ.

9 નવેમ્બર- માછિલમાં પાક સેનાની ફાયરિંગમાં બે સૈનિક શહીદ.

21 નવેમ્બર- બીએસએફના હેડ કોંસ્ટેબલ રાય સિંહ રાજૌરીમાં શહીદ.

22 નવેમ્બર- માછિલમાં ત્રણ જવાન શહીદ અને એક જવાન પ્રભુ સિંહના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો.

29 નવેમ્બર- નગરોટામાં આર્મી બેઝ પર હુમલો અને પાંચ સહિત 7 જવાન શહીદ.

English summary
India has lost many soldiers after 29th September' surgical strike if compare the two months of before surgical strike.
Please Wait while comments are loading...