For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Economic Survey: પુત્રની આશામાં જન્મી 2 કરોડ પુત્રીઓ

દિકરી ભાર નહીં, ઘરની લક્ષ્મી છે, આ વાત હજુ પણ સમાજમાં પૂરી સ્વીકાર્ય હોય એમ લાગતું નથી. આજે પણ દેશમાં ઘણા લોકો ગર્ભમાં જ પુત્રીનું જીવન ટૂંકાવી દે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

દિકરી ભાર નહીં, ઘરની લક્ષ્મી છે, આ વાત હજુ પણ સમાજમાં પૂરી સ્વીકાર્ય હોય એમ લાગતું નથી. આજે પણ દેશમાં ઘણા લોકો ગર્ભમાં જ પુત્રીનું જીવન ટૂંકાવી દે છે. દેશમાં આની વિરુદ્ધ કડક કાયદાઓ છે, આમ છતાં દેશની સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ઇકોનોમિક સર્વે 2017-18નો રિપોર્ટ કહે છે કે, પુત્ર મેળવવાની ઇચ્છાને પરિણામે દેશમાં 2.1 કરોડ પુત્રીઓનો જન્મ થયો છે અને સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ગર્ભમાં પુત્રી હોવાને કારણે 6.3 કરોડ ભૃણોની હત્યા પણ કરવામાં આવી છે.

વર્ષે 20 લાખ પુત્રીઓની ભૃણમાં જ હત્યા

વર્ષે 20 લાખ પુત્રીઓની ભૃણમાં જ હત્યા

સર્વેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે લગભગ 20 લાખ દિકરીઓને આ જ રીતે ગર્ભમાં મારી નાંખવામાં આવે છે. આથી જ આપણે ભારતના કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે. મહિલાઓના સશક્તિકરણ પર જોર આપવું જોઇએ, તો જ આ અસમાનતા ઓછી થશે અને પુત્ર-પુત્રી વચ્ચેનો ભેદભાવ ઘટશે.

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ

ભારતે તાત્કાલિક પગલાં લેતા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં રેંકિંગ વધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. દેશમાં પુત્રીઓ અંગે વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે, આમ છતાં ઘણા લોકો હજુ પણ જૂની માનસિકતા હેઠળ જીવી રહ્યાં છે.

રોજગારમાં મહિલાઓની ભાગીદારી ઘટી

રોજગારમાં મહિલાઓની ભાગીદારી ઘટી

દેશના રોજગારમાં પણ મહિલાઓની ભાગીદારી ઘટી છે. વર્ષ 2005-06માં મહિલાઓની ભાગીદારી 36 ટકા હતી, જે 2015-16માં ઘટીને 24 ટકા થઇ ગઇ. બેટી બચાઓ બેટી પઢાઓ અને સુકન્યા સમૃદ્ધિ, મહિલાઓને માતૃત્વ માટે 26 અઠવાડિયાની રજા આપવી, વગેરે સરકાર દ્વારા લેવામાં આવેલ સારા નિર્ણયો છે. આમ છતાં, હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે.

ગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક

ગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક

આર્થિક સર્વેમાં આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે, ભારતીય મહિલાઓમાં ગર્ભ નિરોધકનો ઉપયોગ નિરાશાજનક છે, જેને કારણે બાળકોના જન્મ પર મહિલાઓનું નિયંત્રણ નથી હોતું. જેની ખરાબ અસર તેમના જીવન પર પણ પડે છે. તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જાય છે.

English summary
The desire of Indian parents for sons has created an estimated 21 million unwanted girls because couples keep having children until they produce a boy, the government said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X