ભારત મહોબ્બતનો દેશ છે તો નફરત કેમ ફેલાવવામાં આવી રહી છે?-રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપીના નેતાઓ દ્વારા સતત નફરતી ભાષણો આપવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે.
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે તમામ પક્ષો સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તમામ પક્ષોના નેતાઓ જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે મુંબઈમાં કહ્યું કે જો ભારત પ્રેમનો દેશ છે તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે?
અમે કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે, પરંતુ આ નફરતનો કોઈ આધાર હોવો જોઈએ. તેમણે કહ્યું કે નફરતનું કારણ અન્યાય છે. આ દેશમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સતત દેશમાં મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધી સમયે સમયે સવાલ ઉઠાવતા રહે છે.












Click it and Unblock the Notifications
