For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર દેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓગસ્ટ : ઇંટરનેટ અને ડિજિટલ જગતની માહિતી એકત્ર કરનાર કૉમસ્કોર સંસ્થાના અહેવાલો પ્રમાણે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમાંકે ભારત આવે છે.

આ અહેવાલ પ્રમાણે અગાઉ ત્રીજા ક્રમાંકે રહેલ જાપાનને પાછળ મૂકતા ભારતે ઈંન્ટરનેટ યુઝર્સની યાદીમાં ત્રીજું સ્થાન મેળવું લીધું છે. જોકે ભારતના સરેરાશ યુઝર્સની વય અન્ય દેશોની સરખામણીએ ઘણી ઓછી છે.

કૉમસ્કોરના વાર્ષિક અહેવાલ, 2013 ઇન્ડિયા ડિજીટલ ફ્યૂચર ઓન ફોક્સ પ્રમાણે ભારતના ઘરો અને ઓફિસોમાં મળીને લગભગ 39 લાખ યુઝર્સ ઇન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે.

ભારતમાં 16.50 કરોડ નેટ યુઝર્સ

ભારતમાં 16.50 કરોડ નેટ યુઝર્સ

ભારતીય દૂરસંચાર વિનિયામક સંસ્થાએ માર્ચ 2013માં પોતાના અહેવાલમાં કહ્યું કે, ભારતમાં અંદાજે 16.50 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે. દર આઠ વપરાશકર્તામાંથી સાત લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

સોથી ઓછી વયના યુઝર્સ

સોથી ઓછી વયના યુઝર્સ

આ અહેવાલ પ્રમાણે મોબાઇલ અને ટેબલેટ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કુલ સંખ્યાના 14 ટકા જેટલી જ છે. 75 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયના છે, જે આ સમૂહના અન્ય દેશો બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા કરતા પ્રમાણમાં ઓછી વયના છે.

નેટનો સૌથી વધુ ઉપયોગ આ લોકો કરે છે

નેટનો સૌથી વધુ ઉપયોગ આ લોકો કરે છે

35 વર્ષથી ઓછી વયના પુરુષો અને 35થી 44 વય વચ્ચેની સ્ત્રી ઇન્ટરનેટનો સૌથી વધુ વપરાશ કરે છે. આશ્ચર્યજનક રીતે આ ઇન્ટરનેટ યુઝર્સનો એક ચતુર્થાંશ સમય સોશિયલ મીડિયા પર અને એટલો જ સમય મેઇલ પર જાય છે

ભારતમાં બ્લોગર્સની સંખ્યા વધી

ભારતમાં બ્લોગર્સની સંખ્યા વધી

ભારતમાં એક વર્ષમાં બ્લોગિંગના શોખીનોમાં 48 ટકાનો વધારો થયો છે, જે બાદ બ્લોગિંગ વેબસાઇટો પર યુઝર્સની સંખ્યા અંદાજે 3.60 કરોડ થઈ ગઈ છે. તેમાંથી26 ટકા લોકો સ્માર્ટફોન અને ટેબલેટ દ્વારા બ્લોગિંગ સાઇટો વાપરે છે.

ઓનલાઇન વિડીયો લોકપ્રિય

ઓનલાઇન વિડીયો લોકપ્રિય

ઓનલાઇન વીડિયો શ્રેત્રે પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષમાં અંદાજે 5 કરોડ, 40 લાખ લોકો ઓનલાઇન વીડિયો જોવાનું પસંદ કરે છે, જેમાં પહેલાની સરખામણીએ 27 લાખ લોકો વધ્યા છે.

ભારતમાં 16.50 કરોડ નેટ યુઝર્સ
ભારતીય દૂરસંચાર વિનિયામક સંસ્થાએ માર્ચ 2013માં પોતાના અહેવાલમાં કહ્યું કે, ભારતમાં અંદાજે 16.50 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે. દર આઠ વપરાશકર્તામાંથી સાત લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

સોથી ઓછી વયના યુઝર્સ
આ અહેવાલ પ્રમાણે મોબાઇલ અને ટેબલેટ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કુલ સંખ્યાના 14
ટકા જેટલી જ છે. 75 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયના છે, જે આ સમૂહના અન્ય દેશો બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા કરતા પ્રમાણમાં ઓછી વયના છે.

નેટનો સૌથી વધુ ઉપયોગ આ લોકો કરે છે
35 વર્ષથી ઓછી વયના પુરુષો અને 35થી 44 વય વચ્ચેની સ્ત્રી ઇન્ટરનેટનો સૌથી વધુ વપરાશ કરે છે. આશ્ચર્યજનક રીતે આ ઇન્ટરનેટ યુઝર્સનો એક ચતુર્થાંશ સમય સોશિયલ મીડિયા પર અને એટલો જ સમય મેઇલ પર જાય છે.

ભારતમાં બ્લોગર્સની સંખ્યા વધી
ભારતમાં એક વર્ષમાં બ્લોગિંગના શોખીનોમાં 48 ટકાનો વધારો થયો છે, જે બાદ બ્લોગિંગ વેબસાઇટો પર યુઝર્સની સંખ્યા અંદાજે 3.60 કરોડ થઈ ગઈ છે. તેમાંથી26 ટકા લોકો સ્માર્ટફોન અને ટેબલેટ દ્વારા બ્લોગિંગ સાઇટો વાપરે છે.

ઓનલાઇન વિડીયો લોકપ્રિય
ઓનલાઇન વીડિયો શ્રેત્રે પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષમાં અંદાજે 5 કરોડ, 40 લાખ લોકો ઓનલાઇન વીડિયો જોવાનું પસંદ કરે છે, જેમાં પહેલાની સરખામણીએ 27 લાખ લોકો વધ્યા છે.

English summary
India is now worlds third largest internet user
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X