For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના હાથોમાં ભારત સંપૂર્ણપણે સુરક્ષિત છેઃ રામવિલાસ પાસવાન

એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને બુધવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથોમાં દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

|
Google Oneindia Gujarati News

એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને બુધવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથોમાં દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પાસવાને આ નિવેદન પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે મંગળવારે થયેલી એર સ્ટ્રાઈક પર આપ્યુ છે. પાસવાને કહ્યુ કે પીએમ મોદીના હાથોમાં દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પાકિસ્તાનની કોઈ પણ રણનીતિ દેશ સામે કામ નહિ આવે.

ramvilas paswan

પાસવાને કહ્યુ કે હવાઈ હુમલો રાષ્ટ્રીય હિતમાં સૌથ સારો વિકલ્પ હતો. અમે આતંક સામે એક્શન લીધી છે, અમે તેને સહન નહિ કરીએ. આ સાથે સાથે રામવિલાસ પાસવાને કહ્યુ કે 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ બિહાર પ્રવાસ દરમિયાન ત્રણ વાર કહ્યુ હતુ કે જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા તે પુલવામા હુમલા માટે તેમના દિલમાં 'આગ' હતી, લોકોના દિલમાં પણ આ હુમલા માટે આગ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના 12 મિરાજ ફાઈટર જેટ્સે મંગળવારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં બોમ્બ ફેંકીને ઘણા આતંકી લોન્ચ પેડ્ઝ નષ્ટ કરી દીધા હતા. મંગળવારે સવારે આઈએએફ એ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલામાં આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓ પર મોટી કાર્યવાહી કરી છે. ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને બુધવારે જમ્મુ કાશ્મીરના પુંછ અને નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ પરંતુ ભારતીય વિમાનોએ તેમને ખદેડી દીધા છે.

આ પણ વાંચોઃ સીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફઆ પણ વાંચોઃ સીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફ

English summary
India Is Safe In The Hands Of PM Narendra Modi, says Ram Vilas Paswan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X