For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સૈન્ય ખર્ચના મામલે દુનિયામાં ત્રણ દેશ પોતાના બજેટના સૌથી વધુ ભાગનો ખર્ચો કરે છે, જેમા ભારત પણ સામેલ છે. વર્ષ 2019ના આંકડા મુજબ અમેરિકા, ચીન અને ભારતે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ ખર્ચ કર્યો છે. જે બાદ રશિયા, સાઉદી અરબનો નંબર આવે છે. સૈન્ય ક્ષેત્રમાં કુલ ખર્ચની વાત કરીએ તો ભારત, ચીન અને અમેરિકા એકલા 62 ટકા ખર્ચ કરે છે. જેમા સેના સાથે જોડાયેલ લોકોનો પગાર, તેમને મળતા લાભ, ઓપરેશન પર થતો ખર્ચ, હથિયાર, અન્ય ઓજાર ખરીદવામાં થતો ખર્ચ, સૈન્ય નિર્માણ, શોધ અને અનુસંધાન, કેન્દ્રીય પ્રશાસન, કમાંડ એન્ડ સપોર્ટ પર થતો ખર્ચ સામેલ છે.

2 ટ્રિલિયન ડૉલર ખર્ચ

2 ટ્રિલિયન ડૉલર ખર્ચ

સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ મુજબ વર્ષ 2019માં સૈન્ય ક્ષેત્રમાં દુનિયાએ કુલ 2 ટ્રિલિયન ડૉલર ખર્ચ કર્યા છે, જે વર્ષ 2018ની સરખામણીએ 3.6 ટકા વધુ છે. આવું પહેલીવાર છે જ્યારે એશિયાના બે દેશ આ યાદીમાં શીર્ષમાં સામેલ થયા છે. ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના તણાવને મોટું કારણ માનવામાં આવે છે જેના પગલે સૈનય વ્યય વધારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 2008 બાદ સૈન્ય ક્ષેત્રમાં આ તમામ દેશો દ્વારા ખર્ચ કરવામાં આવેલ સૌથી મોટી રકમ છે. મહત્વની વાત એ છે કે કોરોના વાયરસને પગલે તમામ દેશોએ પોતાની સીમાઓ સીલ કરી દીધી છે, તમામ આર્થિક ગતિવિધિઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

સૈન્ય ક્ષેત્રમાં થતા ખર્ચમાં કમી આવી શકે

સૈન્ય ક્ષેત્રમાં થતા ખર્ચમાં કમી આવી શકે

માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં કોરોના વાયરસને પગલે પ્રભાવિત થયેલ અર્થવ્યવસ્તાના કારણે સૈન્ય ક્ષેત્રમાં થતા ખર્ચમાં કમી આવી શકે છે. વર્ષ 2019ની વાત કરીએ તો ભારત અને ચીને આ યાદીમાં શીર્ષ જગ્યા બનાવી હતી. ભારતનો સૈન્ય ક્ષેત્રમાં વ્યય 6.8 ટકા વધ્યો છે અને આ 71.1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જ્યારે જાપાનનો કુલ ખર્ચ 47.6 બિલિયન, સાઉથ કોરિયાનો કુલ ખર્ચો 434.9 બિલિયન હતો. વર્ષ 2019માં ચીનનો કુલ સૈન્ય ખર્ચ 261 બિલિયન ડૉલર હતો જે 2018ની સરખામણીએ 5.1 ટકા વધુ હતો. અમેરિકાએ પોતાના કુલ વ્યયને 5.3 ટકા વધારી 732 બિલિયન ડૉલર સુધી વધારી દીધો છે, જે આખી દુનિયામા સૈન્ય ક્ષેત્રમાં થતા ખર્ચનો 38 ટકા છે.

અમેરિકાએ કેટલો ખર્ચો કર્યો

અમેરિકાએ કેટલો ખર્ચો કર્યો

અમેરિકાના દેશ પોતાની જીડીપીનો 1.4 ટકા સૈન્ય ક્ષેત્ર પર ખર્ચ કરી રહ્યા છે, જ્યારે આફ્રિકાના દેશ 1.6 ટકા, એશિયાના દેશ 1.7 ટકા ખર્ચ કરી રહ્યા છે. જ્યારે ઓસનિયા અને યૂરોપ 4.5 ટકા વ્યય કરી રહ્યા છે. યૂરોપમાં જર્મનીનો ખર્ચ 2019માં 10 ટકા વધી 49.3 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. 2019માં રશિયા દુનિયાનો ચોથો સૌથી મોટો દેશ હતો જેણે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ વ્યય કર્યો હતો. રશિયાએ પોતાના ખર્ચાને 3.5 ટકા વધારી 65.1 બિલિયન ડૉલર કરી દીધો હતો. વર્ષ 2019માં રશિયાએ પોતાની જીડીપીનો 3.9 ટકા વ્યય સૈન્ય ક્ષેત્રમાં કર્યો હતો.

Lockdown: જમ્મુ-કાશ્મીરમાં 11 મે સુધી માત્ર 2 સર્વિસની મંજૂરી, હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવતLockdown: જમ્મુ-કાશ્મીરમાં 11 મે સુધી માત્ર 2 સર્વિસની મંજૂરી, હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત

English summary
India is the third largest military spender in world after USA and China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X