મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને INDIA ની બેઠક મળી, મોટા નેતાઓ હાજર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઈન્ડિયા ગઠબંધનની ડરી ગઈ હોય તેમ હવે દેશનું નામ બદલવા જઈ રહી હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા બાદ વિપક્ષી પાર્ટીઓની બેઠકોનો દોર શરૂ થયો છે.

તમામ ચર્ચાઓ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને INDIA એલાયન્સના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ સંસદના વિશેષ સત્ર પહેલા તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરી.

india

આ બેઠક બાદ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ બીજેપી પર પ્રહાર કર્યા અને કહ્યું કે, તેમણે દેશને અંધારામાં રાખ્યો છે, સરકાર સંસદના આગામી વિશેષ સત્રનો એજન્ડા જાહેર નથી કરી રહી.

તેમણે આગળ કહ્યું કે, લગભગ 12-13 દિવસ પછી સંસદનું વિશેષ સત્ર યોજાવા જઈ રહ્યું છે અને દેશને ખબર નથી કે આ વિશેષ સત્રની વિશેષતા શું છે? અમારી માંગ છે કે બીજેપી પારદર્શિતા બતાવે અને દેશને જણાવે કે આ વિશેષ સત્રનો વિશેષ એજન્ડા શું છે?

ગૌરવ ગોગોઈએ આગળ જણાવ્યુ કે, 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે પરંતુ બીજેપી પોતે જ નથી કહી શકતી કે સત્રનો એજન્ડા શું છે? બીજેપીએ આ અંગે દેશને અંધારામાં રાખ્યો છે. આ સરકાર દેશ પ્રત્યે પારદર્શક અને જવાબદાર નથી.

તેમણે કહ્યું કે, ભાજપ એ સ્પષ્ટ કરી શકતી નથી કે સત્રનો એજન્ડા શું છે. અમારો સિદ્ધાંત છે કે દેશના મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સૂચનો આપવા તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X