INDIA કે NDA.. જાણો માયાવતી કોની સાથે ગઠબંધન કરશે? ખુદ કર્યો ખુલાસો
એક તરફ 26 વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન રયાયુ છે તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકારને મોડે મોડે NDA ની યાદ આવી છે. જો કે બન્ને ગઠબંધનની માયાવતી દુર છે અને હવે માયાવતીએ ખુદ બીએસપી કોની સાથે જશે તેને લઈને પત્તા ખોલ્યા છે.
એક તરફ એનડીએ અને બીજી તરફ ઈન્ડિયાની બેઠકો બાદ બુધવારે મીડિયા સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે, BSP આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ન તો NDA સાથે જશે કે ન તો ઈન્ડિયા સાથે.

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે પોતાના જેવા જાતિવાદી અને મૂડીવાદી વિચારસરણીવાળા પક્ષોનું ગઠબંધન કર્યું છે અને ફરી એકવાર કેન્દ્રમાં સત્તા મેળવવાનું સપનું જોઈ રહી છે. એનડીએની હાલત પણ એવી જ છે અને તે પોતાને મજબૂત બતાવીને સત્તામાં આવવા માંગે છે.
માયાવતીએ આગળ કહ્યું કે, આ બંને ગઠબંધનની વાત અને કામમાં તફાવત સમાન છે. બંને ગઠબંધન માત્ર સત્તામાં આવવા પોતપોતાના દાવા કરી રહ્યા છે. BSP લોકસભા ચૂંટણી અને તેની પહેલા યોજાનારી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એકલા લડશે.
માયાવતીએ કહ્યું કે, અમારી પાર્ટી ચોક્કસપણે હરિયાણા અને પંજાબમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ તેની એક શરત છે કે હાલમાં તે પ્રાદેશિક પક્ષોને એનડીએ અથવા યુપીએને બદલીને રચાયેલા INDIA સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
આ રાજ્યોમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પર છે. મધ્યપ્રદેશમાં બીજેપી સત્તા પર છે. જ્યારે તેલંગાણામાં BRS અને આંધ્ર પ્રદેશમાં YSRCP સરકાર ચલાવી રહી છે. આ ચૂંટણીના પરિણામો મોદી સરકારનું ભવિષ્ય નક્કી કરશે.












Click it and Unblock the Notifications
