For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત - પાકિસ્તાનના લશ્કર : કોણ છે શક્તિશાળી?

|
Google Oneindia Gujarati News

india-pakistan-army-man
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : ભારત યુદ્ધની બાબતમાં હંમેશા શાંતિનું હિમાયતી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન શાંતિની આડમાં હંમેશા ફાયરિંગ કરતું રહ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે નવેમ્બર 2003માં સીઝ ફાયરની જાહેરાત થઇ હતી. આમ છતાં, પાછલા ત્રણ વર્ષમાં પાકિસ્તાને અંદાજે 200 વાર સીઝ ફાયર (શાંતિ વિરામ)નું ઉલ્લંઘન કર્યું છે. તાજેતરમાં પાકિસ્તાને ફરી કરેલા ગોળીબારને પગલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધની સંભાવના પ્રબળ બનતી જણાઇ રહી છે. આવી સમયે બંને પાસે સૈન્ય અને અસ્ત્ર શસ્ત્રની કેટલી તાકાત છે તેના પર કરીએ એક નજર.

વિષય

ભારત

પાકિસ્તાન

કોર્પ્સ

9

8

સૈનિક

13 લાખ

6 લાખ

ટેંક

2295

3620 (નવા-જુના)

ફાઇટર પ્લેન

600

400

એર બેઝ

12

7

અવોક્સ એરક્રાફ્ટ

3

9

ન્યુક્લિયર વોર હેડ્સ

માહિતી ઉપલબ્ધ નથી

90-100

65 વર્ષ પહેલા ભારત અને પાકિસ્તાનને આઝાદી મળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં બંને દેશ ચાર યુદ્ધ લડી ચૂક્યા છે. જેમાં 1971માં ઝીડલી પડેલી કારમી હાર બાદ પાકિસ્તાને પોતાની લશ્કરી શક્તિ વધારવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આજે બંને દેશો પરમાણુ સાધનોથી સજ્જ છે. બંને સેનાના સૈન્યબળમાં વધારે અંતર નથી.

આજે ભારત અને પાકિસ્તાન દ્વારા એક બીજા તરફ કરેલી સૈનિકોની તૈનાલી લગભગ બરાબર છે. જાણકારોનું માનવું છે કે યુદ્ધમાં સૈન્ય તાકાતની સાથે સૌથી વધારે બાબત અસર કરે છે એ છે યુદ્ધ રણનીતિ. સારી રણનીતિ બનાવી શકે તેની જીતની શક્યતા પ્રબળ બને છે. કોર્પ્સની તૈનાતીની સાથે સ્ટ્રાઇક ફોર્મેશનની ક્ષમતા કોની પાસે સારી છે તે પણ મહત્વનું છે. આ મુદ્દે ભારતનું પલડું થોડું ભારે છે. પોતાના આર્મર્ડ ડિવિઝનની આસ પાસ ભારત 3 સ્ટ્રાઇક ફોર્મેશન તૈયાર કરી શકે છે. જ્યારે પાકિસ્તાન બે સ્ટ્રાઇક ફોર્મેશન કરી શકે છે.

સૈન્ય ક્ષમતાની દ્રષ્ટિએ ભારત પાસે બમણા સૌનિકો છે. પણ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ વધારે મોટી હોવાથી સૈનિકો વહેંચાઇ જતા બંને દેશોની ક્ષમતા સરખી બની જાય છે.

ભારત પાસે વાયુ ક્ષમતા સારી છે. ભારત પાસે મિગ, જગુઆર, સુખોઇ અને મિરાજ જેવા લડાકૂ વિમાન છે. જ્યારે પાકિસ્તાન પાસે મિરાજ, જેએફ, અને એફ 16 જેવા વિમાનો છે. જો કે આધુનિક ગણાતા એવોક્સ વિમાન મામલે ભારત કરતાં પાકિસ્તાન આગળ છે. પાકિસ્તાન પાસે આવા 9 વિમાનો છે. જ્યારે ભારત પાસે માત્ર 3 એવોક્સ છે. આવા વિમાનો રડારયુક્ત હોય છે. જે દુશ્મન દેશના પ્લેન, પાણીના જહાજ અને મિસાઇલની માહિતી આપી શકે છે.

મિસાઇલની બાબતમાં પણ પાકિસ્તાને ભારતની બરાબરી કરી લીધી છે. ભારતની નેવી પાકિસ્તાનની સરખામણીએ વધારે મજબૂત છે. નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે મુખ્ય ભૂમિકા આર્મી અને વાયુસેનાની છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના સંરક્ષણ બજેટમાં પણ વધારો કર્યો છે. આ બાબત ભારત માટે ચિંતાનું કારણ છે.

English summary
India - Pakistan army : who is more powerful?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X