For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સાથેના ટેંશનને કારણે ભારતને થયું હજારો કરોડનું નુકસાન

પાકિસ્તાન સાથેના ટેંશનને કારણે ભારતને થયું હજારો કરોડનું નુકસાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના સંબંધ પહેલાથી જ અઘરા રહ્યા છે અને પાછલા વર્ષે પુલવામા આતંકી હુમલા બાદ કડવાહટમાં પણ વધારો થયો હતો. બંને દેશો વચ્ચે આ તણાવની અસર હવે અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી છે. પાકિસ્તાન અને ભારતની સીમા પર સ્થિત શહેરોની અર્થવ્યવસ્થા બગડવા લાગી છે અને એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી 18000 કરોડ રૂપિયાથી વધુ એટલે કે 2.6 બિલિયન અમેરિકી ડૉલરનું નુકસાન ભારતને થઈ ચૂક્યું છે. ઈંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઈમ્સ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ભારતે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારનો વેપાર બંધ કરી દીધો હતો.

અમૃતસરને 30 કરોડનું નુકસાન

અમૃતસરને 30 કરોડનું નુકસાન

બ્યૂરો ઑફ રિસર્ચ ઑન ઈન્ડસ્ટ્રી એન્ડ ઈકોનોમિક ફંડામેન્ટલ્સના રિપોર્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ટેંશનની જે અસર અર્થવ્યવસ્થા પર પડી છે તેના આંકડા આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પંજાબના અમૃતસર શહેરને થનાર નુકસાન વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ અમૃતસર જિલ્લાને દરેક મહિને 30 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

કેટલાય પરિવારો પર અસર પડી

કેટલાય પરિવારો પર અસર પડી

જેની સીધી અસર 9354 પરિવારો પર પડી રહી છે. આ પરિવારોમાં 1724 પરિવાર વેપારીઓના, 4050 ટ્રક ડ્રાઈવર્સ અને 2507 મજૂર, ઢાબા અને વેન્ડર્સના 176 અને આવા પ્રકારના અન્ય કેટલાય પરિવારોની મુશ્કેલીઓ વધી છે. રિપોર્ટ તૈયાર કરવા માટે અફાક હુસૈન અને નિકિતા સિંગલાએ ભારત અને પાકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં સફર ખેડ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાય ટ્રેડ એક્સપર્ટ્સ અને રાજનાયિકો સાથે મુલાકાત કરી હતી.

પુલવામા હુમલા બાદ બિઝનેસ બંધ

પુલવામા હુમલા બાદ બિઝનેસ બંધ

પાછલા વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાલ શહીદ થઈ ગયા હતા. જે બાદ ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જે બાદ બોર્ડની તે તરફથી ભારતમાં આવતી તમામ વસ્તુઓ પર 200 ટકા સુધી કસ્ટમ ડ્યૂટી લગાવી દેવામાં આવી હતી. આ કારણે પાકિસ્તાન પર નિર્ભર હતા તેવા બિઝનેસ પર ભારે અસર પડી હતી.

LoCના વિસ્તારો પણ પ્રભાવિત

LoCના વિસ્તારો પણ પ્રભાવિત

બ્રીફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પણ એલઓસીથી જે વેપાર થતો હતો, તે પણ સુરક્ષા અને બીજા કારણોથી ખાસો પ્રભાવિત થયો છે. એલઓસી પર થનાર વેપારની કારણે ટ્રાન્સપોર્ટને 66.4 કરોડ રૂપિયાનું રાજસ્વ મળતું હતું. સાથે જ 1.7 લાખ નોકરીઓનો અવસર પણ પેદા થયો હતો. પરંતુ વેપારમાં ચાલુ પ્રતિબંધના કારણે વેપારીઓને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

CDS બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથીCDS બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથી

English summary
India-Pakistan tension affects border economy badly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X