For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાન્ડર અભિનંદનને કાલે રિલીઝ કરવામાં આવશે

બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન સતત એલઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન સતત એલઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે. આ પહેલા બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 ઘ્વારા તોડી પાડવામાં આવ્યું. પરંતુ આ જવાબી કાર્યવાહીમાં ભારતનું મિગ 21 ક્રેશ થઇ ગયું અને વિમાનનો પાયલોટ પાકિસ્તાનમાં જઈ પહોંચ્યો. પાકિસ્તાને પણ દાવો કર્યો છે કે ભારતનો એક પાયલોટ તેમની પાસે છે. હવે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત પાછો લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ ભારતીય વાયુસેનાના પાયલોટને જલ્દી અને સુરક્ષત પરત કરે.

Indian Army

Newest First Oldest First
4:40 PM, 28 Feb

વિંગ કમાન્ડર અભિનંદનને કાલે રિલીઝ કરવામાં આવશે
4:14 PM, 28 Feb

પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહએ બીએસએફ જવાનો સાથે મુલાકાત કરી
4:14 PM, 28 Feb

પાકિસ્તાને રાજોરીમાં સીઝફાયર તોડ્યું, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે
4:13 PM, 28 Feb

ભારતે કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદનને તુરંત પરત મોકલવામાં આવે, વિંગ કમાંડરની વાપસી માટે કોઈપણ ડીલનો કોઈ સવાલ જ નથી. જો પાકિસ્તાનને લાગે છે કે અભિનંદનના નામ પર કોઈ કાર્ડ રમી શકે છે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.
2:18 PM, 28 Feb

આર્મી, એરફોર્સ અને નેવીની જોઈન્ટ બ્રિફિંગ સાંજે 5 વાગ્યે થશે
11:39 AM, 28 Feb

ત્રણે સેનાના પ્રમુખ સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમન થોડા જ સમયમાં મુલાકાત કરશે: સૂત્ર
11:38 AM, 28 Feb

ભારતીય વાયુસેના ઘ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની વિમાન એફ-16 ના કાટમાળની ફોટો, પીઓકેમાં પડ્યું હતું, ફોટોમાં પાકિસ્તાની આર્મીના ઓફિસર પણ જોવા મળી રહ્યા છે
10:19 AM, 28 Feb

પાકિસ્તાનમાં બધી જ ફ્લાઈટ્સ કેન્સલ, સમજોતા એક્સપ્રેસ પર આવનારા આદેશ સુધી રોક લગાવવામાં આવી
10:18 AM, 28 Feb

ભારતે પાયલોટને કોઈ પણ પ્રકારના નુકશાન વિના પરત કરવા માટે કહ્યું
10:17 AM, 28 Feb

ઇન્ડિયન કમર્શિયલ પાયલોટ એસોસિયેશન કોઈ પણ સ્થિતિમાં ભારત સામે છે. તેમને કહ્યું કે તેઓ પીએમઓ સાથે મળીને આતંકવાદ સામે લડશે
10:16 AM, 28 Feb

પાકિસ્તાને મજનકોટ અને રાજોરીમાં સીઝફાયરનું ઉલ્લંગન કર્યું, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે
10:15 AM, 28 Feb

અજિત ડોભાલ અને અમેરિકી વિદેશમંત્રી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ અમેરિકાએ ભારતના સર્જીકલ સ્ટ્રાઈકનું સમર્થન કર્યું: સૂત્ર

English summary
India pakistan tension and iaf wing commander taken pow live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X