પાકિસ્તાનમાં મંદિર પર હુમલો થતા ભારતે વિરોધ નોંધાવ્યો
પાકિસ્તાન લઘુમતીઓના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દાવા કરે છે, પરંતુ તે બધા ખોટા સાબિત થાય છે. ગુરુવારે ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે તે ધાર્મિક લઘુમતીઓને સુરક્ષિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
પાકિસ્તાન લઘુમતીઓના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા દાવા કરે છે, પરંતુ તે બધા ખોટા સાબિત થાય છે. ગુરુવારે ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે તે ધાર્મિક લઘુમતીઓને સુરક્ષિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. પંજાબ પ્રાંતમાં એક હિન્દુ મંદિર પર હુમલો થયાના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે. અસામાજીક તત્વોએ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.

આ મામલે વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને ઉત્પીડનની આવી ઘટનાઓ અવિરત ચાલુ છે. તાજેતરની ઘટનામાં, મંદિર પર હુમલા સિવાય, આસપાસના કેટલાક ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દુ રહેતા હતા. આના પરથી સ્પષ્ટ છે કે પાકિસ્તાની સત્તાવાળાઓ આ બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે, લઘુમતી સમુદાયો સામે હિંસા, ભેદભાવ અને સતામણીની ઘટનાઓ અવિરત ચાલુ છે.
બાગચીના જણાવ્યા અનુસાર ભારતે ગુરુવારે બપોરે પાકિસ્તાની રાજદૂતને તલબ કર્યા હતા. સાથે જ ઘટનાને નિંદનીય ગણાવીને લઘુમતીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે, તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરશે, પરંતુ લઘુમતી સમુદાયને તેમાં વિશ્વાસ નથી.
પાકિસ્તાન પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ નગરનો છે, જે લાહોરથી 590 કિમી દૂર છે. ત્યાં મદરેસાના અપમાનનો બદલો લેવા ટોળું મંદિરમાં પ્રવેશ્યું. આ દરમિયાન તોડફોડ કરી. પોલીસના કહેવા મુજબ, મદરેસાની લાઈબ્રેરીમાં એક બાળકે પેશાબ કર્યો હતો. જેનો બદલો લેવા માટે આ હુમલો થયો છે.












Click it and Unblock the Notifications
