For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ પર પાકિસ્તાનને અમેરિકાનું સર્ટિફિકેટ, ભારતે ઉઠાવ્યો વાંધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરી દ્વારા પાકિસ્તાનને આતંકવાદ પર 'ક્લીન ચિટ' આપવા પર ભારતે પોતાની કડ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારતે જણાવ્યું કે પાડોશી દેશે લશ્કર એ તૈયબા અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનોના ઓપરેશન પર કાબુ મેળવવા માટે કોઇ પ્રતિબદ્ધતા નથી દાખવી અને કોઇ દિશામાં નક્કર પગલા નથી ભર્યા.

ભારતની યાત્રા પર આવના પહેલા જ અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ પાકિસ્તાન સરકારને 'સર્ટીફિકેટ' આપવામાં આવ્યું છે કે અલ કાયદા, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આનાથી પાકિસ્તાનને અમેરિકાથી વધુ આર્થિક મદદ મળવાનો માર્ગ મોકળો બનતો દેખાઇ રહ્યો છે.

america
ભારતે જણાવ્યું કે તે નથી માનતું કે પાકિસ્તાને લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ, હક્કાની નેટવર્ક અને અલ કાયદાના અડ્ડાઓને તબાહ કરવા અને તેમની તરફ મદદ રોકવા માટે પ્રતિબદ્ધતા બતાવી છે. જોકે ભારતે એ પણ જણાવ્યું છે કે અમેરિકન સરકાર ટેક્સ આપનાર નાગરિકોના રૂપિયાને કેવી રીતે ઉપયોગ કરે છે તે તેનો આંતરિક મામલો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું, 'અમે જાણીએ છીએ કે અફગાનિસ્તાનમાં આતંકવાદીઓની સાથે કામ કરનારી પંજાબી અને ઉર્દૂ ભાષીઓની સંખ્યા સતત વધી રહી છે. આ લોકો અફગાનિસ્તાનમાં કામ કરી રહેલા ઇંટરનેશનલ કમ્યૂનિટીના સભ્યો, કાબુલમાં અમારી એમ્બસી અને 4 અન્ય દૂતાવાસોમાં કામ કરનારા લોકો માટે ખતરો બનેલ છે.'

જ્હોન કેરીના 'સર્ટિફિકેટ'થી પાકિસ્તાન કેરી-લુગાર બિલ હેઠળ અમેરિકા પાસે પેકેજ મેળવવાના પાત્ર બની ગયા છે. આની વચ્ચે આતંકની વિરુદ્ધ કાર્યવાહી એક મહત્વપૂર્ણ શરત છે, જેને પૂર્ણ કર્યા બાદ જ પાકિસ્તાન અમેરિકા પાસેથી આર્થિક સહાયતા મેળવવા યોગ્ય બની શકે છે.

English summary
India reacts sharply after US 'certifies' Pakistan's action against terror groups.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X