For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજકુંડમાં મુખ્ય અતિથીની જેમ અમિત શાહનું કરાયું સન્માન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

amit shah
સૂરજકુંડ, 28 સપ્ટેમ્બર: ગુરૂવારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને સુપ્રિમ કોર્ટે રાહત આપતાં તેમના જામીન યથાવત રાખ્યા છે. સીબીઆઇને ફટકારતાં કોર્ટે સોહરાબુદ્દીન કેસ મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સોહરાબુદ્દિન શેખ એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા અમિત શાહ કોર્ટના આ ચૂકાદાથી ખુશ દેખાતાં હતાં. કોર્ટના આ નિર્ણયથી અભિભૂત અમિત શાહ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પણ સામેલ થયાં હતા.

જ્યાં તેમનું સ્વાગત મુખ્ય અતિથીની જેમ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવતા અમિત શાહને મંચ બોલાવવામાં આવ્યાં હતા જ્યાં પાર્ટીના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તેમને ગુલદસ્તો આપી ભેટી પડ્યા હતા.

મંચ પર સ્થાન ગ્રહણ કર્યા બાદ પાર્ટીના અધ્યક્ષ નીતીન ગડકરીએ કહ્યું હતું કે અમિત શાહને જાણી જોઇને ફસાવવામાં આવ્યા છે અને તેની પાછળ કોંગ્રેસનો હાથ છે. પરંતુ હાઇકોર્ટે આપેલા ચૂકાદાથી તેનું દિમાગ ઠેકાણે આવી ગયું છે. ગડકરીએ કહ્યું હતું કે તેમને પૂરો વિશ્વાસ છે કે તપાસમાં પણ અમિત શાહ નિર્દોષ સાબિત થશે. ગડકરીના ભાષણ બાદ અમિત શાહે પણ મીડીયાને સંબોધતા કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત થશે. ગડકરીએ કહ્યું હતું કે અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટનીમાં પ્રચાર કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના જામીનને સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે પરંતુ આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સોહરાબુદ્દિન એન્કાઉન્ટ, કૌસરબીની હત્યાના કેસમાં સીબીઆઇએ અમિતશાહ સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા આરોપ પત્રમાં હત્યા, અપરાધિક ષડયંત્ર, હત્યા માટે અપહરણ અને સબૂતો દૂર કરવા સહિત જેવા અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.

English summary
Really, Amit Shah is innocent said BJP. BJP was glad that Amit Shah could now visit Gujarat and campaign in the upcoming state Assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X