પંજાબઃ ભગવંત માને ભારતનુ પહેલુ ઈ-ટિંબર પોર્ટલ કર્યુ જાહેર, ખેડૂતોને મળશે ફાયદો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે લુધિયાણામાં ભારતનુ પ્રથમ ઈ-ટિંબર પોર્ટલ લૉન્ચ કર્યુ. આનાથી ખેડૂતોને વન કૃષિ દ્વારા લાભ મળશે.
ખેડૂતોને વન કૃષિ દ્વારા તેમની આવક વધારીને લાભ મળે તે માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે લુધિયાણામાં ભારતનુ પ્રથમ ઈ-ટિંબર પોર્ટલ લૉન્ચ કર્યુ. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે દેશમાં આ પ્રકારનુ પોર્ટલ સૌ પ્રથમવાર વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યુ છે અને તે લાકડાના વેચાણ અને ખરીદીમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરશે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

તેમણે કહ્યુ કે અગાઉ રાજ્યમાં લાકડાનુ વેચાણ અને ખરીદી અસંગઠિત મંડીઓ દ્વારા મોટા પાયે કરવામાં આવતી હતી. જેના કારણે ખેડૂતોને તેના યોગ્ય ભાવ મળતા ન હતા. તેમણે કહ્યુ કે આ ઑનલાઈન પોર્ટલ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે તેઓ પોતાની પસંદગીની કોઈપણ જગ્યાએ ઑનલાઈન પદ્ધતિ દ્વારા લાકડાનુ વેચાણ કરી શકે છે. ભગવંત માને જણાવ્યુ હતુ કે આ પોર્ટલ ખેડૂતોની ઉપજની લાભપ્રદ કિંમત સુનિશ્ચિત કરશે, જે તેમને વન કૃષિ તરફ પ્રોત્સાહિત કરશે.












Click it and Unblock the Notifications
