ભારતમાં પહેલી વખત ટ્રાન્સ કપલે બાળકને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર જાહેરાત કરી
બાળકને જન્મ આપનાર કપલ જહાદ અને જિયા પવાલ કેરળના કોઝિકોડ જિલ્લાના રહેવાસી છે. બંને પહેલીવાર માતા-પિતા બન્યા છે અને ટ્રાન્સ મેન જહાદે કેરળની એક સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે.
મહિલામાંથી પુરૂષ બનેલી ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. આ માટે ટ્રાન્સ કપલે લિંગ પરિવર્તન સર્જરી કરાવી હતી. બાળકને જન્મ આપનારી ટ્રાન્સજેન્ડર કપલનું નામ જહાદ અને જિયા પવાલ છે. ટ્રાન્સ મેલ જહાદની ડિલિવરી બાદ તેની હાલત સારી છે. બાળક પણ સ્વસ્થ છે. હજુ સુધી કપલે નવજાત બાળક છે કે બાળકી તેની જાહેરાત કરી નથી.

બાળકને જન્મ આપનાર કપલ જહાદ અને જિયા પવાલ કેરળના કોઝિકોડ જિલ્લાના રહેવાસી છે. બંને પહેલીવાર માતા-પિતા બન્યા છે અને ટ્રાન્સ મેન જહાદે કેરળની એક સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. જહાદની ડિલિવરી અંગે અપડેટ આપતાં જિયાએ જણાવ્યુ કે, કે બાળક અને તે બંનેની હાલત સારી છે. આ પહેલા જિયાએ સોશિયલ મીડિયા દ્વારા જેહાદની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. અહીં જિયાએ મહિલામાંથી પુરુષ બન્યા પછી પણ પ્રેગ્નન્સી કેવી રીતે શક્ય બની તેની વાત વર્ણવી હતી.
આ પ્રેગ્નેન્સી પહેલા કપલે લિંગ ચેન્જ માટે સર્જરી કરાવી હતી. રિપોર્ટ અનુસાર, ટ્રાન્સ કપલે લિંગ બદલવાની સર્જરી કરાવતા બંનેનું લિંગ ચેન્જ થયું હતું. સર્જરી પછી જહાદ ગર્ભવતી થઈ. રિપોર્ટ અનુસાર, પુરુષ બનવાની સર્જરી દરમિયાન જિયા પોવેલ સાથે મેચ થયેલા જહાદના ગર્ભાશય અને કેટલાક અંગો કાઢવામાં આવ્યા ન હતા. જેના કારણે પ્રેગનન્સી શક્ય બની.












Click it and Unblock the Notifications
