For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં 73%ને પાર પહોંચ્યો કોરોના રિકવરી દર, 20 લાખથી વધુ દર્દી થયા રિકવર

દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ પણ વધીને હવે 73.64 ટકા થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશ-દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધી વિશ્વભરમાં બે કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ભારત, અમેરિકા અને બ્રાઝિલ દુનિયાના સૌથી મોટા કોરોના પ્રભાવિત દેશ છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર છે. ભારતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અહીં છેલ્લા અમુક દિવસોથી પૉઝિટીવ કેસોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે જ્યારે મહામારીથી સાજા થયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની રિપોર્ટ અનુસાર દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ પણ વધીને હવે 73.64 ટકા થઈ ગયો છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે હવે કોરોનાથી લગભગ 20 લાખથી વધુ દર્દી સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના નવા કેસોમાં આવેલી ગતિમાં થોડો બ્રેક લાગ્યો છે. હવે રોજ સામે આવી રહેલા નવા કેસોની સરખામણીમાં લગભગ એટલા જ દર્દી રોજ ઠીક પણ થઈ રહ્યા છે. બુધવારે મહામારીથી 60,091 દર્દી સાજા થયા જ્યારે છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં મહામારીથી સાજા થતા કુલ દર્દીઓની સંખ્યા 20,37,871 થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય સ્તરે કોરોના દર્દીઓનો રિકવરી રેટ 73.64 ટકા છે.

તમને જણાવી દઈએ કે દેશમાં હવે કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 27,67,274 થઈ ગઈ છે જેમાં 6,76,514 સક્રિય કેસ, 20,37,871 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 52,889 મોત શામેલ છે. વળી, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)નુ કહેવુ છે કે અત્યાર સુધી કોરોના વાયરસ માટે કુલ 3,17,42,782 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 8.01,518 સેમ્પલનુ ટેસ્ટિંગ મંગળવારે કરવામાં આવ્યુ છે.

અમુક લોકોને ઓઢ્યા વિના ઉંઘ નથી આવતી, જાણો કેમ?અમુક લોકોને ઓઢ્યા વિના ઉંઘ નથી આવતી, જાણો કેમ?

English summary
India's recovery rate crosses 73 Percent, more than 2 million patients recovered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X