For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના સેનેટરી પેડ્ઝમાં કેન્સર, વંધ્યત્વ પેદા કરતા રસાયણો હોય છેઃ અભ્યાસ

ભારતના સેનેટરી પેડ્ઝ પર હાલમાં નવી દિલ્લીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના સેનેટરી પેડ્ઝ પર હાલમાં નવી દિલ્લીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. નવી દિલ્લી સ્થિત બિન-લાભકારી સંગઠન ટૉક્સિક્સ લિંક દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં જોવા મળ્યુ છે કે ભારતની લોકપ્રિય સેનેટરી નેપકિન બ્રાંડોમાં હાનિકારક રસાયણ હોય છે જે કેન્સર અને વંધ્યત્વનુ કારણ બની શકે છે. ભારતીય બજારમાં વેચાતા ઓર્ગેનિક અને અકાર્બનિક સેનિટરી પેડ્સમાં થેલેટ્સ અને વીઓસી જેવા ઝેરી રસાયણો લોકપ્રિય સેનેટરી પેડ્સમાં મળી આવ્યા છે.

થેલેટ મિલાવવાથી થાય છે આટલા બધા રોગ...

થેલેટ મિલાવવાથી થાય છે આટલા બધા રોગ...

પ્લાસ્ટિકનુ લચીલાપણુ, પારદર્શિતા, સ્થાયિત્વ અને આયુષ્ય વધારવા માટે તેમાં થેલેટ મિલાવવામાં આવે છે. નેશનલ સેન્ટર ફૉર બાયોટેકનોલૉજી ઈન્ફોર્મેશન(NCBI)ના જણાવ્યા મુજબ થેલેટ તરુણાવસ્થામાં ફેરફાર, ટેસ્ટિક્યુલર ડિસજેનેસિસ સિન્ડ્રોમ, કેન્સર અને સ્ત્રી અને પુરૂષ બંનેમાં પ્રજનનક્ષમતા વિકૃતિઓના વિકાસને પ્રેરિત કરી શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ અસ્થમા, અટેંશન, ડેફિસિટ હાઈપર એક્ટિવિટી, ડિસઑર્ડર, બ્રેસ્ટ કેન્સર, મોટાપો, ટાઈપ 2 ડાયાબિટીઝ, લો આઈક્યુ અને ઘણા અન્ય વિકાર થેલેટના કારણે થાય છે.

વીઓસી પણ બને છે કેન્સરનુ કારણ

વીઓસી પણ બને છે કેન્સરનુ કારણ

સેનેટરી પેડમાં જોવા મળતુ બીજુ ઘટક વીઓસી છે. વીઓસી એટલે કે અસ્થિર ઓર્ગેનિક સંયોજન. જેના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી આંખો, નાક અને ગળામાં બળતરા, નાક અને ઉલટી-ઉબકા, થાક, સમન્વયની હાની, ચક્કર આવવા, યકૃત, કિડની અને કેન્દ્રીય તંત્રિકાને નુકશાન થઈ શકે છે. કેન્સર પણ થઈ શકે છે. આ બંને રસાયણો કેન્સરનુ કારણ બની શકે છે.

બંને રસાયણ સેનેટરી પેડમાં સંપર્કમાં આવવાથી બને છે ખતરનાક

બંને રસાયણ સેનેટરી પેડમાં સંપર્કમાં આવવાથી બને છે ખતરનાક

આ બંને રસાયણ વિવિધ અન્ય ઉત્પાદનોમાં પણ જોવા મળે છે. જેવા કે પેઈન્ટ, ડિઓડ્રન્ટ, એર ફ્રેશનર, નેલ પૉલિશ પરંતુ સેનેટરી પેડના સંપર્કમાં આવવાથી તે વધુ ખતરનાક થઈ જાય છે કારણકે યોનિમાર્ગની પેશીઓ વધુ અભેદ્ય છે. રસાયણો યોનિમાંથી શરીરમાં વધુ સરળતાથી પસાર થઈ શકે છે.

English summary
India's sanitary pads contain chemicals that cause cancer, infertility: study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X