For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા પાસેથી ભારત 1500 કરોડમાં ખરીદશે આર-27 મિસાઈલ

રશિયા પાસેથી ભારત 1500 કરોડમાં ખરીદશે આર-27 મિસાઈલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારે રશિયા સાથે હવામાં વાર કરી શકાય તેવી મિસાઈલ આર-27ની ખરીદી માટે 1500 કરોડ રૂપિયાની એક સૈન્ય ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાથી ખરીદાઈ રહેલ આ ભારતીય લડાકૂ વિમાન સુખોઈ-30 MKIમાં તહેનાત કરવામાં આવશે. આ મિસાઈલ આવી જવાથી એરફોર્સની તાકાતમાં વધારો થશે. આ ટ્વિન સીટર ટ્વિન એન્જિન મલ્ટીરોલ ફાઈટર પ્લેન છે. જેને રશિયાના સુખોઈ ડિઝાઈન બ્યૂરો અને ભારતના હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

fighter jet

સરકારી સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાને સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર વિમાન મોટા પાયે આર-27 એર ટૂ એર મિસાઈલ લગાવવા માટે રશિયાની સાથે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે વિસ્તારિત રેંજ વાળી રશિયન મિસાઈલ સુખોઈ વિમાનને વધુ ક્ષમતા પ્રદાન કરશે. મિસાઈલને 10-1 પરિયોજનાઓ અંતર્ગત અધિગ્રહિત કરવામાં આવી છે. આર-27 મિસાઈલ લાંબાં અંતર સુધી માર કરનાર હવાથી હવામાં માર કરનાર મિસાઈલ છે જેને ફાઈટર જેટ્સની મિગ અને સુખોઈ શ્રૃંખલા માટે વિકસિત કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પાછલા 50 દિવસમાં ભારતીય વાયુ સેનાએ રક્ષા મંત્રાલય દ્વારા અનુમોદિત આપાતકાલીન આવશ્યકતાઓ અંતર્ગત ઉપકરણ પ્રાપ્ત કરવા માટે 7600 કરોડ રૂપિયાથી વધુની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. IAFએ આ 7600 કરોડ રૂપિયાની ખરીદી આપાતકાલીન ખરીદ માર્ગ અંતર્ગત કરી છે. જે અંતર્ગત વાયુસેનાએ Spice-2000, Strum Ataka ATGs જેવી મિસાઈલ ખરીદવાનો ફેસલો કર્યો છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સીમાઓની સુરક્ષા માટે જે કંઈપણ ઉપકરણની આવશ્યકતા હોય છે, તેને ખરીદવા માટે ત્રણ સેવાઓ માટે આપાતકાલીન અધિકાર આપવામાં આવ્યા હતા. આપવામાં આવેલ શક્તિઓ અંતર્ગત સુરક્ષા બળ ત્રણ મહિના અંદર પોતાની પસંદના 300 કરોડ રૂપિયા સુધીના ઉપકરણ ખરીદી શકે છે.

આ પણ વાંચો- કોણ છે કોંગ્રેસ અધ્યક્ષ માટે સૌથી કદાવર દાવેદાર, પંજાબના સીએમ અમરિંદર સિંહે લીધું આ નામ

English summary
india sign up deal of 1500 crore for R-15 missile with russia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X