For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે કોંગ્રેસ અધ્યક્ષ માટે સૌથી કદાવર દાવેદાર, પંજાબના સીએમ અમરિંદર સિંહે લીધું આ નામ

કોણ છે કોંગ્રેસ અધ્યક્ષ માટે સૌથી કદાવર દાવેદાર, પંજાબના સીએમ અમરિંદર સિંહે લીધું આ નામ

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ હશે, આને લઈ પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. પાર્ટીની અંદર સતત માંગ ઉઠી રહી છે કે કોંગ્રેસ આલાકમાન જલદીમાં જલદી નવા અધ્યક્ષ પદને લઈ ફેસલો લે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કોઈ યુવા નેતાને ચૂંટવાની વકાલત કરનાર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આ મોટા નેતાનું નામ સૌથી આગળ રાખ્યું છે.

પ્રિયંકા ગાંધી યોગ્ય વિકલ્પ

પ્રિયંકા ગાંધી યોગ્ય વિકલ્પ

દિગ્ગજ કોંગ્રેસ નેતા અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું સમર્થન કર્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પ્રિયંકાને સૌથી યોગ્ય ઉમેદવાર ગણાવ્યા. કેપ્ટને કહ્યું કે પ્રિયંકા ગાંધી પાર્ટીની બાગડોર સંભાળવા માટે યોગ્ય વિકલ્પ હશે, જો તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પસંદ થાય છે તો સૌતરફથી તેમને સમર્થન મળશે. જો કે, આ પદ માટે આખરી ફેસલો કોંગ્રેસ કાર્યસમિતિ જ કરશે. સીડબલ્યૂસી જ આ મામલે ફેસલો લેવા માટે અધિકૃત છે.

કોંગ્રેસ અધ્યક્ષ માટે આખરી ફેસલો સીડબલ્યૂસી કરશે

કોંગ્રેસ અધ્યક્ષ માટે આખરી ફેસલો સીડબલ્યૂસી કરશે

કેપ્ટન અમરિંદર સિંહે અગાઉ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવા ફેસલા પર દુખ જતાવ્યું હતું. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે દેશ યુવા છે તેવામાં કોઈ યુવાને જ કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી મળવી જોઈએ. જે બાદ સતત પ્રિયંકા ગાંધીનું નામ અધ્યક્ષ પદ માટે આગળ કરવામાં આવી રહ્યું છે. ખુદ અમરિંદર સિંહે પણ તેમને કોંગ્રેસ અધ્યક્ષ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા.

શશિ થરૂર બાદ અમરિંદર સિંહે કહી મોટી વાત

શશિ થરૂર બાદ અમરિંદર સિંહે કહી મોટી વાત

કોંગ્રેસના આગામી અધ્યક્ષને લઈ ફેસલામાં થઈ રહેલ વિલંબ મામલે શશિ થરૂરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા હિસાબે અધ્યક્ષ પસંદગીમાં થઈ રહેલ વિલંબ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સ્થિતિથી એવો મેસેજ જઈ રહ્યો છે કે, આપણી વચ્ચે મતભેદ છે અને આપણે અનિર્ણયની સ્થિતિમાં છીએ. પાર્ટીના કેટલાક મોટા નામોએ પણ મને આવા પ્રકારની હતાશા વ્યક્ત કરી છે. સૌથી પહેલા આપણે એક અંતરિમ અધ્યક્ષને ચૂંટવાના રહેશે અથવા એક વ્યક્તિને ચૂંટવાનો રહેશે જે ફેસલો લઈ શકે. થરૂરે આગળ કહ્યું, કોંગ્રેસ પાર્ટી આજે જે સ્થિતિમાં છે, તેવી સ્થિતિમાં પાર્ટીના યુવા નેતૃત્વ જ સૌથી યોગ્ય છે.

35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..

English summary
Who is the most gigantic contender for Congress president, CM of Punjab Amarinder Singh suggested this name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X