For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પાકિસ્તાન પાસે માંગ, પાયલટની કોઈ નુકશાન વિના સુરક્ષિત મુક્તિ

બુધવારે પાકિસ્તાનની કસ્ટડીમાંથી ભારતીય વાયુસેનાના પાયલટનો ફોટો આવવા પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

બુધવારે પાકિસ્તાનની કસ્ટડીમાંથી ભારતીય વાયુસેનાના પાયલટનો ફોટો આવવા પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ અંગે સખત વિરોધ દર્શાવ્યો છે કે કેવી રીતે એક ઈજાગ્રસ્ત આર્મી ઓફિસરનો ફોટો શેર કરવામાં આવ્યો. ભારતે આને આંતરરાષ્ટ્રીય માનવાધિકારો અને જિનેવા કન્વેંશનનું ઉલ્લંઘન જણાવ્યુ છે. ભારતે પાકિસ્તાનને એ પણ સુનિશ્ચિત કરવા કહ્યુ છે કે પાયલટને કોઈ પણ પ્રકારનું નુકશાન ના પહોંચે અને તેમને સુરક્ષિત ભારત પાછા મોકલવામાં આવે.

raveesh kumar

પાકિસ્તાને બુધવારે દાવો કર્યો કે તેણે પોતાના હવાઈ ક્ષેત્રમાં બે ભારતીય સૈન્ય વિમાનોને મારી દીધા અને પાયલટની ધરપકડ કરી લીધી. એક પાયલટ પાકની કસ્ટડીમાં હોવાની વાત કરી અને ભારત તરફથી પણ પુષ્ટિ થઈ ગઈ છે. પાકિસ્તાની સેના તરફથી મોકલેલ 46 સેકન્ડના એક વીડિયોમાં આંખો પર પટ્ટી બાંધેલ એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે અને દાવો છે કે આ વ્યક્તિ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર છે. બીજા એક વીડિયોમાં તે દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોના જીવ જતા રહ્યા હતા. આની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી. જેના કેમ્પો પાકિસ્તાનમાં છે. ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી સેન્ટર પર હુમલા કર્યા. આમાં દાવો કરવામાં આવ્યો કે તેના કેમ્પોને ઘણુ નુકશાન પહોંચ્યુ છે. મંગળવારે નિયંત્રણ રેખા પર પણ સતત ગોળીબાર થયો.

બુધવારે સવારે પાક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેણે પોતાના હવાઈ ક્ષેત્રમાં બે ભારતીય સૈન્ય વિમાનોને મારી દીધા અને એક પાયલટની ધરપકડ કરી છે. પાયલટની ધરપકડની વાત ભારતે પણ માની છે. પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટમાં દાવો કર્યો કે એક વિમાન પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં જઈને પડ્યુ જ્યારે એક અન્ય જમ્મુ કાશ્મીરમાં પડ્યુ. આ ઘટના બાદ એક વાર બંને દેશોમાં તણાવ વધી ગયો છે.

આ પણ વાંચોઃ એર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો 'મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસરઆ પણ વાંચોઃ એર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો 'મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર

English summary
India strongly objected to Pakistan pictures of injured personnel Indian Air Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X