For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલભૂષણ જાધવ કેસઃ ભારતે પાકિસ્તાનની અભદ્ર ભાષા પર વાંધો દર્શાવ્યો

ભારતે આઈસીજેમાં જાધવ માટે પાકિસ્તાન તરફથી ઉપયોગ કરાયેલા અભદ્ર ભાષાના ઉપયોગ પર વાંધો વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નેધરલેન્ડ્ઝની રાજધાની હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટીસ (આઈસીજે)માં હાલમાં કુલભૂષણ જાધવ કેસની સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીનો છેલ્લો દિવસ છે અને બુધવારે ભારત તરફથી વકીલ હરીશ સાલ્વેએ ફરીથી પાકિસ્તાનને ઘેર્યુ. ભારતે આઈસીજેમાં જાધવ માટે પાકિસ્તાન તરફથી ઉપયોગ કરાયેલા અભદ્ર ભાષાના ઉપયોગ પર વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે આઈસીજેમાં જાધવ માટે પાકિસ્તાને ઉપયોગ કરેલી અભદ્ર ભાષા પર ખૂબ વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે આ સાથે જ યુનાઈટેડ નેશન્સ (યુએન)ની સંસ્થાને અપીલ કરી છે કે આવુ ફરીથી ન થાય એટલા માટે એક સીમા નક્કી કરવામાં આવે.

ભારતનો વિરોધ દર્શાવ્યો

ભારતનો વિરોધ દર્શાવ્યો

ભારતના પૂર્વ સૉલિસિટર જનરલ રહેલા હરીશ સાલ્વેએ બુધવારે સુનાવણી શરૂ થતા પહેલા કોર્ટનું ધ્યાન આ તરફ દોર્યુ. તેમણે કોર્ટને જણાવ્યુ કે પાકિસ્તાન તરફથી કેસની દલીલો કરી રહેલ વકીલ કુરેશીએ સુનાવણીના બીજા દિવસે જાધવ માટે ગાળોવાળી ભાષાનો ઉપયોગ કર્યો. સાલ્વેએ કહ્યુ કે, ‘આ કોર્ટમાં જે ભાષાના ઉપયોગ કર્યો છે ત્યારબાદ સંસ્થાએ એક સીમા નક્કી કરવી પડશે. ટ્રાંસ્ક્રીપ્ટમાં જે શબ્દ હતા તે બેશરમ, બેહુદા, અપમાનજનક અને ઘમંડ જેવા શબ્દ હતા. ભારતને આ પ્રકારની ભાષાના ઉપયોગ પર ખૂબ વાંધો છે. ભારતની સંસ્કૃતિ મને આવી ભાષાના ઉપયોગ કરવાથી રોકે છે.' સાલ્વેએ કહ્યુ કે ભારતને પાકિસ્તાનના વકીલ તરફથી ઉપયોગ કરાયેલા શબ્દો પર વાંધો છે. જાધવ કેસની સુનાવણીના બીજા રાઉન્ડમાં ભારત તરફથી આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન પાસે કોઈ પુરાવા નથી

પાકિસ્તાન પાસે કોઈ પુરાવા નથી

સાલ્વેએ કહ્યુ કે કોઈ સંપ્રભુ દેશનો જો કોઈ વિરોધ પણ હોય છે તો તેના માટે ઉપયોગ કરાયેલ ભાષામાં પણ થોડા સમ્માનનું ધ્યાન રાખવામાં આવવુ જોઈએ. સાલ્વેએ અંગ્રેજીની કવિતાની જેમ કહ્યુ, ‘હંપટી ડંપટીનું આ કોર્ટમાં કોઈ સ્થાન નથી.' સાલ્વે મુજબ જ્યારે તમે કાયદા પર મજબૂત હોવ, તમે કાયદાનું પ્રદર્શ કરતા હોય, જ્યારે તમે તથ્યોમાં મજબૂત હોવ ત્યારે તમે તથ્યો રજૂ કરો છો અને જ્યારે તમે મજબૂત ન હોવ ત્યારે તમે ટેબલ પર આનુ પ્રદર્શન કરો છો. પાકિસ્તાન પાસે કોઈ હકીકત નથી અને ભારત પાસે બધી હકીકતો છે.

આજે પાક પાસે છેલ્લો મોકો

આજે પાક પાસે છેલ્લો મોકો

કુલભૂષણ જાધવ ઈન્ડિયન નેવીમાંથી રિટાયર ઓફિસર છે. તેમણે એપ્રિલ 2017માં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટ તરફથી મોતની સજા સંભળાવવામાં આવી હતી. જાધવ પર જાસૂસી અને આતંકવાદનો આરોપ લગાવીને તેમને સજા આપી દેવામાં આવી અને ભારતે આના પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. બુધવારે ભારતે 90 મિનિટ સુધી અંતિમ દલીલો આઈસીજેમાં રજૂ કરી હતી. પાકિસ્તાનને પણ આજે 90 મિનિટ મળશે અને તે કેસમાં અંતિમ દલીલો રજૂ કરશે. આઈસીજે તરફથી મે એટલે કે ઉનાળામાં કેસ પર ચુકાદો આપવામાં આવશે.

તણાવ વચ્ચે સુનાવણી

તણાવ વચ્ચે સુનાવણી

સોમવારે આ કેસની સુનાવણી શરૂ થઈ છે. કેસની સુનાવણી આઈસીજેના હેડક્વાર્ટર પર એવા સમયે થઈ રહી છે જ્યારે પુલવામા આંતકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાસ્સો તણાવ છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તરફથી હુમલાને અંજામ આપવામાં આવ્યો. સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકારઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર

English summary
India strongly objected to the abusive language used by Pakistan in Kulbhushan Jadhav case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X