For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે નવ ઉપગ્રહો સાથે PSLV-C54 મિશન સફળતાપૂર્વક અવકાશમાં કર્યુ લૉન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ને શુક્રવારે એક મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

PSLV-C54 mission launch: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ને શુક્રવારે એક મોટી સફળતા મળી છે. જેમાં શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઓશનસેટ-3(OceanSat) સહિત 9 સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા. આમાં ભારતના શક્તિશાળી રૉકેટ PSLV-XLની મદદ લેવામાં આવી. ઈસરોના જણાવ્યા મુજબ તેમણે રિમોટ સેન્સિંટ સેટેલાઈટ સહિત આઠ નેનો સેટેલાઈટ્સને અંતરિક્ષમાં મોકલ્યા છે. જેના દ્વારા હવામાન, તોફાન વગેરેને ચોક્કસ માહિતી મળી શકશે.

PSLV-C54

સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ રૉકેટને 26 નવેમ્બરે સવારે 11.56 વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યુ હતુ. પ્રારંભિક તબક્કામાં સંપૂર્ણ સફળતા મળી હતી. આ પ્રક્ષેપણ દરિયાઈ અભ્યાસ અને હવામાનની માહિતી માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમાં ભૂટાનસેટ INS-2B ઉપગ્રહ પણ છે. તે ભારત અને ભૂટાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યુ હતુ. ઈસરોના જણાવ્યા મુજબ ભૂટાનસેટમાં ઘણા સેન્સિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે જમીન પર નજર રાખવા માટે ઉપયોગી થશે. તેની મદદથી પુલ, રસ્તા વગેરેને લગતા કામો સરળતાથી થઈ શકે છે. આ માટે તેમની તરફથી ભૂટાનને ટેક્નોલૉજી ટ્રાન્સફર કરવામાં આવી છે.

બીજી તરફ ભૂટાનના સેટેલાઇટનો ડેટા ત્યાંના વૈજ્ઞાનિકો સીધો જ મળશે. આ માટે ભારતની મદદથી ભૂટાનમાં એક સેન્ટર બનાવવામાં આવ્યુ હતુ. બંને દેશોના વૈજ્ઞાનિકો લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ઓશનસેટ-3ની વાત કરીએ તો તે 1000 કિલોનો ઉપગ્રહ છે. EOS-6 તરીકે પણ ઓળખાય છે. તે સમુદ્રના ફેરફારો, તાપમાન, પ્રદૂષણ વગેરે વિશે માહિતી આપશે. તેના દ્વારા દરિયાઈ સરહદો પર પણ નજર રાખી શકાશે. ઈસરોના એક અધિકારીએ જણાવ્યુ કે ભૂટાનસેટ અને ઓશનસેટ-3ની સાથે 7 અન્ય નેનો સેટેલાઈટ પણ છે. લૉન્ચિંગમાં પિક્સેલના આનંદ, ધ્રુવ સ્પેસના બે થાઈબોલ્ટ, સ્પેસફ્લાઈટ યુએસએના ચાર ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યા છે.

English summary
India successfully launches PSLV-C54 mission with nine satellites into space
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X