ભારતે સબમરીન INS અરિહંતથી બેલિસ્ટિક મિસાઈલનુ કર્યુ સફળ પરીક્ષણ
ભારતની રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સબમીરન આઈએનએસ અરિહંતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલનુ સફળ પ્રક્ષેપણ કર્યુ.
ભારતની રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સબમીરન આઈએનએસ અરિહંતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલનુ સફળ પ્રક્ષેપણ કર્યુ. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી. મિસાઈલનુ પરીક્ષણ એક પૂર્વ નિર્ધારિત સીમા સુધી કરવામાં આવ્યુ અને તેણે બંગાળની ખાડીમાં લક્ષ્ય પર ચોકસાઈપૂર્વક નિશાન સાધીને બધા પરિચાલક અને ટેકનિકલ માનકોને પૂરા કર્યા.

મંત્રાલયે જણાવ્યુ હતુ કે, 'આઈએનએસ અરિહંત દ્વારા SLBM (સબમરીન બેલિસ્ટિક મિસાઈલ લોંચ)ની સફળ વપરાશકર્તા તાલીમ પ્રક્ષેપણ ક્રૂની કાર્યક્ષમતા સાબિત કરવા અને SSBN કાર્યક્રમને અનુરુપ મહત્વપૂર્ણ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાનુ મુખ્ય તત્વ છે.' નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'આ ભારતની 'વિશ્વસનીય ન્યૂનતમ ડિટરન્સ'ની નીતિને ધ્યાનમાં રાખીને તે એક મજબૂત, ટકાઉ અને ખાતરીપૂર્વકના પ્રતિકારક પગલાં છે, જે 'પ્રથમ ઉપયોગ નહીં' કરવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.'
તમને જણાવી દઈએ કે INS અરિહંત એ ભારતની પ્રથમ અને એકમાત્ર પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન છે. આ સબમરીન જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે. INS અરિહંતને 26 જુલાઈ, 2009ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કારગિલ યુદ્ધના અંતના 10 વર્ષ પૂરા થવા પર લૉન્ચ કરવામાં આવી હતી. આ પછી ઓગસ્ટ 2013માં સબમરીનનુ ન્યૂક્લિયર રિએક્ટર એક્ટિવેટ થયુ અને ઓગસ્ટ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વદેશી સબમરીનને નેવીમાં સામેલ કરી. INS અરિહંત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણુ સબમરીન અમેરિકા પાસે છે. પાડોશી દેશ ચીન પાસે પણ લગભગ 12 પરમાણુ સબમરીન છે. જેમાંથી 6 બેલેસ્ટિક મિસાઈલ સબમરીન છે.
આ સાથે ભારત પરમાણુ સક્ષમ સબમરીન બનાવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો છે. તેને વિશાખાપટ્ટનમના શિપબિલ્ડિંગ સેન્ટરમાં BARC, ભારતીય નૌકાદળ અને DRDOના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. તે પાણી, જમીન અને હવામાં મારવામાં સક્ષમ છે. INS અરિહંત 6,000 ટનની સબમરીન છે. જેની લંબાઈ 110 મીટર અને પહોળાઈ 11 મીટર છે. INS અરિહંતમાં કોડનેમ k મિસાઇલો પણ તૈનાત છે. આ સિવાય આ સબમરીનમાં આવી 15 મિસાઈલો લોડ કરવામાં આવી છે જે 750 કિમીના અંતર સુધી હુમલો કરી શકે છે. આ સિવાય તેમાં 4 બેલેસ્ટિક મિસાઈલો તૈનાત છે. આ મિસાઇલો 3500 કિમીના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. આ સબમરીન ઘણા મહિનાઓ સુધી પાણીની નીચે રહે છે.












Click it and Unblock the Notifications
