સ્વાઇન ફ્લૂનો આતંક: મૃત્યુઆંક 95 સુધી પહોંચ્યો, ગુજરાતમાં બેના મોત

સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે રાજસ્થાન જ્યાં અત્યાર સુધી 64 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. જ્યારે ગુજરાતના વડોદરા અને રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે.
દિલ્હી પર સ્વાઇન ફ્લૂ પોતાનો મોતનો પંજો જમાવતુ જઇ રહ્યું છે. અત્યારસુધીમાં આ ખતરનાખ બિમારીથી ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 60 જેટલા લોકો હોસ્પિટલમાં ભર્તી છે.
ગુજરાતમાં પણ આ સ્વાઇન ફ્લૂના કારણે બે લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 13 લોકો તેની ઝપેટમાં છે. જ્યારે હાલમાં મળી રહેલા સમાચાર પ્રમાણે હરિયાણાની એક હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 4 દર્દીઓનું મોત થયું છે.












Click it and Unblock the Notifications
