For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll: આસામમાં કમળ પર વિશ્વાસ, બીજીવાર બનશે ભાજપ સરકાર

Exit Poll: આસામમાં કમળ પર વિશ્વાસ, બીજીવાર બનશે ભાજપ સરકાર

|
Google Oneindia Gujarati News

આસામમાં ફરી એકવાર ભાજપની સરકાર પર જનતાએ ભરોસો જતાવ્યો છે. ઈન્ડિયા ટૂડે એક્સિસના એક્ઝિટ પોલ મુજબ આસામમાં ફરી એકવાર ભાજપની સરકાર બનતી જણાઈ રહી છે. ઈન્ડિયા ટૂડે એક્સિસના એક્ઝિટ પોલ મુજબ આસામમાં ભાજપને 75માંથી 85 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસને 40થી 50 સીટ મળતી જણાઈ રહી છે. ઈન્ડિયા ટૂડે એક્સિસના એક્ઝિટ પોલની વાત જો સાચી નિકળે તો તેનો મતલબ કે સતત બીજીવાર લોકોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે 2016ના આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 60 સીટ મળી હતી.

exit poll

આસામમાં 2016ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 26 સીટ મળી હતી અને આ વખતે પણ એક્ઝિટ પોલથી માલૂમ પડી રહ્યું છે કે કોંગ્રેસ વિપક્ષમાં બેસશે. એક્ઝિટ પોલ મુજબ આસામમાં અન્ય પાર્ટીઓને એકથી ચાર સીટ મળી શકે છે. ઈન્ડિયા ટૂડે એક્સિસ એક્ઝિટ પોલના હિસાબે આસામમાં ભાજપને 45 ટકા વોટ મળવાની સંભાવના જતાવવામાં આવી છે જ્યારે કોંગ્રેસને આસામમાં 40 ટકા વોટ મળવાની સંભાવના જતાવાઈ છે. જ્યારે 12 ટકા વોટ અન્યોને મળી શકે છે. એક્ઝિટ પોલ દરમ્યાન આસામની 69 ટકા જનતાએ ભાજપ સરકારના કામકાજને સારું ગણાવ્યું છે જ્યારે 45 ટકા લોકોએ કહ્યું કે તેમણે ભાજપને વિકાસના નામે વોટ આપ્યા છે. જ્યારે 6 ટકા લોકોએ કહ્યું કે તેમણે રાજનૈતિક લગાવના કારણે ભાજપને મત આપ્યો છે.

Exit Poll Results 2021: બંગાળમાં મમતા તો આસામમાં ભાજપની થશે વાપસીExit Poll Results 2021: બંગાળમાં મમતા તો આસામમાં ભાજપની થશે વાપસી

English summary
India today axis my india indicates that bjp likely to win 75-80 seat in assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X