દુનિયામાં સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બન્યો ભારત

Posted By:
Subscribe to Oneindia News

આંતરાષ્ટ્રીય ગ્લોબલ થિંક ટેંક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇસ્ટીટ્યૂટની તરફથી એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાના કયા દેશોએ સૌથી વધુ હથિયાર પોતાની સેના માટે ખરીદ્યા છે તે અંગે વિગતો આપવામાં આવી છે. આ લિસ્ટમાં સૌથી પહેલી નામ ભારતનું આવ્યું છે. જેણે છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધારે હથિયારો ખરીદ્યા છે. અને હથિયારો ખરીદવા મામલે 24 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. ભારતે વર્ષ 2013 થી 2017ની વચ્ચે 12 ટકા જેટલા હથિયારો આયાત કર્યા છે. અને આમ કરીને તે દુનિયાનો સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. આ રિપોર્ટે તે કહેવા માટે પણ પર્યાપ્ત છે કે કેવી રીતે પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશોના કારણે ભારતને તેના સેનાનું બળ વધારવાની જરૂરીયાત ઊભી થઇ છે.

રશિયા અને ઇઝરાયેલ

રશિયા અને ઇઝરાયેલ

ભારત પછી આ લિસ્ટમાં સાઉદી અરબ, યુએઇ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્ઝીરીયા, ઇરાક, પાકિસ્તાન, ઇન્ડોનેશિયાનો નંબર આવે છે. ભારતે વર્ષ 2013 થી 2017ની વચ્ચે રશિયાથી કુલ 62 ટકા હથિયાર ખરીદ્યા છે. અને તે પછી 11 ટકા હથિયાર ઇઝરાયેલથી ખરીદ્યા છે. આમ ભારત માટે હથિયાર ખરીદવા માટે રશિયા અને ઇઝરાયેલ બે મોટા દાવેદાર દેશો છે. જે તેની હથિયારોની આપૂર્તિને સંતોષી રહ્યું છે.

અમેરિકા

અમેરિકા

બીજી તરફ અમેરિકાએ પણ પોતાની વિદેશ નીતિ અંતર્ગત એશિયામાં ચીનની તાકાત ઓછી કરવા ભારતને હથિયારો વેચવાની શરૂઆત કરી છે. પાછલા દશકમાં અમેરિકાથી પણ ભારતે મોટી સંખ્યામાં હથિયારો ખરીદ્યા છે. વર્ષ 2008-2012 અને વર્ષ 2013-2017ની વચ્ચે ભારત અને અમેરિકાએ 15 બિલિયન ડોલરના હથિયારોની ડિલ સાઇન કરી છે. અને અમેરિકા સાથે પણ હથિયારો ખરીદવા મામલે ગત વર્ષોમાં 55 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ અમેરિકાએ રશિયાને પાછળ છોડી દીધું છે.

ચીન અને પાકિસ્તાન

ચીન અને પાકિસ્તાન

ચીન,દુનિયાના ટોપ 5 દેશોમાં નંબર વન દેશ છે. જેણે સૌથી વધુ હથિયારો નિકાસ કર્યા છે. .ચીન પછી આ લિસ્ટમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ અને જર્મનીનો નંબર આવે છે. દુનિયાના પાંચ દેશોમાં 74 ટકા હથિયારો વેચવામાં આવ્યા છે. જેમાં ચીને સૌથી વધુ એટલે કે 35 ટકા હથિયારો પાકિસ્તાનને વેચ્યા છે. પાકિસ્તાન ચીનનો સૌથી મોટો ક્લાયંટ છે. ત્યાં જ પાકિસ્તાન પછી ચીને સૌથી વધુ હથિયારો બાંગ્લાદેશને વેચ્યા છે. જે છે 19 ટકા. .ભારતે પોતાની સેનાની હથિયારોની 65 ટકા જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશ પર આશ્રિત છે.

તેમ છતાં છે હથિયારોની અછત

તેમ છતાં છે હથિયારોની અછત

જો કે ભારત ભલે દુનિયામાં સૌથી વધુ હથિયારો ખરીદતો દેશ હોય પણ હકીકત એ છે કે તેમ છતાં હાલની તારીખમાં પણ ભારત જોડે હથિયારોની અછત છે. હાલની તારીખમાં પણ યુદ્ઘ થાય તો લાંબા સમય સુધી લડી શકાય તેટલા શસ્ત્રો સામાન ભારત જોડે નથી. આજે પણ ઇન્ડિયન આર્મી આર્ટિલરી, રાઇફલ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને નાઇટ ફાઇટિંગ ડિવાઇસેજની જરૂરિયાત માટે માંગણી કરી રહી છે. નેવામાં સબમરીન અને મલ્ટી રોલ હેલિકોપ્ટરની માંગ છે. અને એરફોર્સને એક ફાઇટર સ્ક્વાડ્રનની જરૂર છે.

English summary
India tops list army buyers with 12 global imports

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.