India vs Spain Hockey : ભારતને વધુ એક મેડલ, હોકીમાં સ્પેન સામે જીત

ઓલિમ્પિકમાં સતત વિવાદો વચ્ચે આજે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતે હોકીમાં બ્રોઝ મેડલ સાથે ચોથા મેડલ પર કબ્જો કર્યો છે.

ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેન સામે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 8 ઓગસ્ટે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું.

Indian Hockey Team bronz

ભારતે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

બ્રોન્ઝ મેડલ માટે ભારત અને સ્પેન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ એક્શન બાદ એક પણ ગોલ જોવા ન મળ્યો.

આ પછી સ્પેનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને તેણે તેને સરળતાથી ગોલમાં ફેરવીને બીજા ક્વાર્ટરમાં સરસાઈ મેળવી લીધી. જો કે, ટીમ ઈન્ડિયા માટે ભારતીય કેપ્ટન હરમપનપ્રીત સિંહે શાનદાર વાપસી કરી અને બીજા ક્વાર્ટરના અંત પહેલા જ પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને તેને 1-1થી ડ્રો કરી દીધો. હાફ ટાઈમ સુધી મેચ ટાઈ રહી હતી.

ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી વધુ એક ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી દીધી.

હરમનપ્રીતની શક્તિશાળી ડ્રેગ ફ્લિકે સ્પેનિશ ખેલાડીને ઈજા પહોંચાડી ત્યારે મેચ થોડા સમય માટે અટકાવવામાં આવી હતી, જેના કારણે ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો.

આ દરમિયાન સ્પેનિશ ખેલાડીને મેદાન પર તબીબી સહાય આપવામાં આવી. સ્પેને ખતરનાક બોલ માટે રમવાનો વિરોધ કર્યો, જેના કારણે સત્તાવાર સમીક્ષા થઈ. મેચના અંત સુધીમાં ભારતે 2-1ની સરસાઈ જાળની રાખી અને મુકાબલો જીતી લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X