તણાવ વચ્ચે ભારતીય વાયુસેના LAC પર બતાવશે શક્તિનુ પ્રદર્શન, કરશે યુદ્ધાભ્યાસ

LACના પૂર્વ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય વાયુસેના શક્તિ પ્રદર્શન કરીને યુદ્ધાભ્યાસ કરશે.

ભારતીય વાયુ સેના(IAF) એલએસીના પૂર્વ સેક્ટરમાં વધતા તણાવ વચ્ચે આગલા મહિનાની શરુઆતમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં શક્તિ પ્રદર્શન કરીને યુદ્ધાભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર પૂર્વ લદ્દાખમાં 32 મહિના ટકરાવની સ્થિતિ બનેલી છે. ભારતીય વાયુસેના ફેબ્રુઆરી 2023ની શરુઆતમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ફાઈટર જેટ્સ, હેલીકૉપ્ટરો અને અન્ય વિમાનો અને ડ્રોન સાથે એક પ્રમુખ હવાઈ યુદ્ધ અભ્યાસ કરશે.

IAF

આ યુદ્ધાભ્યાસમં ફ્રંટલાઈન ફાઈટર્સ, હેલિકૉપ્ટર્સ, લડાકુ વિમાન અને ડ્રોન સામેલ થશે. આ યુદ્ધાભ્યાસ એવા સમયમાં થવા જઈ રહ્યુ છે જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ બાદ ઈસ્ટર્ન સેક્ટરમાં એલએસી પર તણાવ વધી ગયો છે. ભારત-ચીન વચ્ચે છેલ્લા 32 મહિનાઓથી તણાવની સ્થિતિ છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ આ કમાંડ લેવલનો યુદ્ધાભ્યાસ હશે. જેમાં યુદ્ધ માટે ઈસ્ટર્ન એર કમાન્ડની તૈયારીનુ પરીક્ષણ થશે, જેનુ મુખ્ય મથક શિલૉંગમાં છે. રિપોર્ટ મુજબ વાયુસેનાનો આ યુદ્ધાભ્યાસ 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે થશે. સૂત્રના જણાવ્યા મુજબ આમાં પૂર્વીય ક્ષેત્રના તમામ ફાઇટર જેટ સહિતની તમામ એસેટ્સનો સમાવેશ થશે, જેમાં હાસીમારા, તેજપુર અને ચબુઆ જેવા એરપોર્ટ પરથી ઉડાન ભરતા રાફેલ અને સુખોઇ-330MKI ફાઇટર જેટ સામેલ છે.

આ અગાઉ, 9 ડિસેમ્બર 2022ના રોજ, ભારતીય વાયુસેનાએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે ખાતે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે શારીરિક સંઘર્ષ બાદ પૂર્વોત્તરમાં બે દિવસીય યુદ્ધ અભ્યાસ કર્યો હતો. રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં યોજાનાર વાયુસેનાનો યુદ્ધાભ્યાસ મોટા પાયા પર હશે. જેમાં રાફેલ, સુખોઈ-330MKI, 'સુપર હર્ક્યુલસ' એરક્રાફ્ટ C130J, એરક્રાફ્ટ, ચિનૂક હેવી-લિફ્ટ, અપાચે એટેક હેલિકૉપ્ટર સહિત ઘણા પ્રકારના ફાઇટર જેટ્સ સામેલ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ આ સતત ત્રીજુ વર્ષ છે જ્યારે ભારતને અડીને આવેલા ચીને પૂર્વી લદ્દાખમાં 50,000 સૈનિકો તૈનાત કર્યા છે. જેની પાસે મોટા પ્રમાણમાં હથિયારો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X