For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારત સમેત તેવા દેશો, જ્યાં હાઇવે બને છે એરફોર્સનો રનવે

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાએ નેશનલ હાઇવે એથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઇને દેશના આઠ મુખ્ય રાજમાર્ગોને એરફોર્સ જેટ્સ અને બીજા એરક્રાફ્ટની લેન્ડિંગ માટે પ્રયોગ કરવા દેવાની છૂટ માંગી છે.

જો તેવું થયું તો ઇમરજન્સી અને યુદ્ધની પરિસ્થિતિમાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા રાજમાર્ગોને ઇન્ડિયન એરફોર્સ માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. નોંધનીય છે કે જુલાઇમાં વાયુસેનાએ યમુના એક્સપ્રેસ હાઇવે પર મિરાઝ- 2000 ફાઇટર જેટનું સફળ લેન્ડિંગ કર્યું હતું. ત્યારે વાયુસેનાએ આ મામલે રાજમાર્ગોની હાલત વિષે પણ એથોરીટીને પૂછ્યું છે. ત્યારે હાઇવે સ્ટ્રિપ કોને કહેવાય તે વિષે વધુ જાણો નીચે.

1. હાઇ વે સ્ટ્રિપ એટલે કે રોડ રનવે ખાસ મિલેટ્રી એરક્રાફ્ટના લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવે છે.
2. ઇમરજન્સીની હાલતમાં આ રનવે મિલેટ્રી એરબેઝમાં ફેરવાઇ જાય છે.
3. યુદ્ઘની હાલતમાં એરબેઝને જ્યારે પૂરી રીતે ઉડાવી દેવામાં આવે છે ત્યારે આ રસ્તા પરથી એરક્રાફ્ટ ઉડાવામાં આવે છે.
4. પહેલી હાઇવે સ્ટ્રિપ વર્લ્ડ વોર ટૂ દરમિયાન બનાવામાં આવી હતી.
5. તે વખતે મોટરવેઝને મોટા પ્રમાણમાં એરક્રાફ્ટ લેન્ડિંગ માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો.
6. કોલ્ટવોર દરમિયાન જર્મીનએ તેનો કાસ પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે હાઇવે સ્ટ્રિપ બે થી 3.5 કિલોમીટર જેટલી લાંબી હોય છે.
7. આ હાઇ વે સ્ટ્રિપ પહોળા હોય અને તે સ્ટ્રોંગ કોક્રિટથી બન્યા હોય છે.
8. એરક્રાફ્ટ લેન્ડિંગ વખતે ખાસ જગ્યાઓને કોટોબાર સિસ્ટમ દ્વારા પ્લેનને નિયંત્રિત કરવામાં આવે છે. ત્યારે નીચેના ફોટોસ્લાઇડરમાં જુઓ કયા કયા દેશોમાં હાઇવેનો રનવે તરીકે ઉપયોગ થાય છે...

કેવી રીતે ચીન, નોર્થ કોરિયા, સ્વીડન, ફિનલેન્ડ, સ્વિટઝલેન્ડ, પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા સમેત પાકિસ્તાન જેવા દેશો પણ કરી ચૂક્યા છે એરક્રાફ્ટ લેન્ડિંગ માટે હાઇ વેનો પ્રયોગ...

ભારત

ભારત

જુલાઇમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર મિરાઝ 2000નું સફળ લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે ભારતના કોઇ હાઇવેનો ઉપયોગ લેન્ડિંગ માટે કરાયો હોય.

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાન એરફોર્સ પીએફએ પેશાવરથી ઇસ્લામાબાદ અને ઇસ્લામાબાદથી લાહોરના બે મોટરવે હાઇવે પર વર્ષ 2000માં જ આ રીતેનું લેન્ડિંગ કરાવી ચૂકી છે. પાકે તે સમયે એફ-7પી ફાઇટર જેટનું લેન્ડિંગ કરાવ્યું હતું.

પાક.નો ત્રણ વાર સફળ પ્રયોગ

પાક.નો ત્રણ વાર સફળ પ્રયોગ

ઇસ્લામાબાદથી લાહોર જતા હાઇ વે પર 2010માં સી-130નું લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. પછી 2010માં પાકે એક એક્સરસાઇઝ દરમિયાન એફ-7પી અને મિરાઝનું લેન્ડિંગ કર્યું હતું.

સ્વીડન

સ્વીડન

સ્વીડનમાં 150 મીટરની સ્ટ્રીપનું નિર્માણ વર્ષ 1949માં કરાયું હતું. પછી વર્ષ 1967માં 6 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં તેનો ઉપયોગ કરાયો હતો.

જર્મની

જર્મની

વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં પહેલી વાર હાઇવે સ્ટ્રિપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

નાટો

નાટો

નાટોની એક્સરસાઇઝ દરમિયાન એક હાઇ વે પર એ 10 થંડરબોલ્ડ ટૂ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

24 થી 48 કલાકમાં તૈયાર

24 થી 48 કલાકમાં તૈયાર

કોઇ પણ હાઇવે સ્ટ્રિપ કે મોટર વેને 24થી 48 કલાકની અંદર એરબેઝમાં ફેરવી શકાય છે.

સી-130 જેવા એરક્રાફ્ટની લેન્ડિંગ

સી-130 જેવા એરક્રાફ્ટની લેન્ડિંગ

નાટોએ જર્મનીના એક હાઇવે એ-29 પર સી-130 જેવા ભારે ભરખમ એરક્રાફ્ટનું લેન્ડિંગ કરાવ્યું હતું.

સાઉથ કોરિયા

સાઉથ કોરિયા

સાઉથ કોરિયાએ અમેરિકા સાથે કરેલા જોઇન્ટ વોર એક્સરસાઇઝમાં હાઇવેનો લેન્ડિંગ સ્ટ્રિપ તરીકે ઉપયોગ કર્યો હતો. અને ફેયરચાઇલ્ડ સી-123નું સફળ લેન્ડિંગ કર્યું હતું.

English summary
Indian Airforce to use highway strip but Pakistan is already doing this. Using highways for landing was started during world war two and first highway strip was constructed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X