For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઇડર બન્યા ભારતીય એરપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂનઃ નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક(આઇજીઆઇ) અને મુંબઇનું છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક(સીએસઆઇએ) વિશ્વના ટોપ પાંચ ગુણવત્તા સેવા પ્રદાન કરનારા એરપોર્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.

indira-gandhi-airport
એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ(એસીઆઇ)ની હવાઇ મથક સેવા ગુણવત્તા(એએસક્યૂ)ની 2.5થી 4 કરોડ વાર્ષિક યાત્રી(25થી 40 મીલિયન પર એનએમ-એમપીપીએ) વર્ગમાં વિશ્વમાં બીજુ સ્થાન આપવામાં આવ્યું છે. સીએસઆઇએની આ યાદીમાં પાંચમું સ્થાન મળ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક(આરજીઆઇ)ને 5થી 15(એમપીએ) વર્ગમાં બીજા સ્થાનનો સર્વોત્તમ સેવા ગુણવત્તા એવોર્ડ આપવામાં આવ્યો છે.

આઇજીઆઇની દેખરેખ કરતી કંપની દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક લિમિટેડ(ડીઆઇએએલ)એ કહ્યું છેકે 27મી મેના રોજ સિઓલમાં આયોજીત એક સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આ ત્રીજી વાર છે જ્યારે એસીઆઇથી આઇજીઆઇને હવાઇ મથક સેવા ગુણવત્તા(એએસક્યુ) એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા છે.

English summary
New Delhi's Indira Gandhi International Airport (IGIA) and Mumbai's Chatrapati Shivaji International Airport (CSIA) have found place in the top five of the best service quality providers in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X