Doda Accident : ફરજ પર જઈ રહેલા સૈનિકો સાથે અકસ્માત, 10 જવાનોના મોત
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના ૧૦ જાંબાઝ સૈનિકો શહીદ થયા છે. ભદરવાહ વિસ્તારમાં અગ્રિમ સૈન્ય ચોકી તરફ જઈ રહેલું એક બુલેટપ્રૂફ વાહન અનિયંત્રિત થઈ આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ૧૦ અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ અને શહીદ હોવાની માહિતી કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આપી છે.

અધિકારીઓના મતે, વાહનમાં કુલ ૧૭ સૈનિકો સવાર હતા. આ ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર અને સંરક્ષણ વર્તુળોમાં શોકની ગહેરી લાગણી પ્રસરી છે. સેનાનું આ વાહન ભદરવાહના પડકારજનક પહાડી માર્ગ પરથી પસાર થતી વખતે ચાલકે સંતુલન ગુમાવ્યું, જેના કારણે રસ્તા પરથી લપસીને ખીણમાં ગબડી પડ્યું.
ખીણની ઊંડાઈ અને ભયાવહ પહાડી ઢાળને કારણે થયેલી તીવ્ર ટક્કરમાં ઘણા જવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ગંભીર ઘાયલ જવાનોને તાત્કાલિક ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમને શક્ય તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમની હાલત નાજુક જણાવાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી અને કહ્યું કે, સમગ્ર દેશ આ કપરા કાળમાં તેમની સાથે ઊભો છે. મુખ્યમંત્રીએ ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની કામના કરી અને બચાવ અભિયાનની પ્રશંસા પણ કરી.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ આ દુ:ખદ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ડોડામાં માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના ૧૦ બહાદુર જવાનોની શહાદતથી હું અત્યંત દુઃખી છું. સિન્હાએ ઉમેર્યું કે, દેશ તેમના સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખશે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશો પણ આપ્યા.












Click it and Unblock the Notifications
