સેનાને હિમાલયની બરફ પર રહસ્યમયી હિમ માનવ દેખાયો, જાણો હકીકત
ભારતીય સેનાએ આ મહિનાની શરૂઆતમાં મકાલૂ બેઝ કેમ્પ પાસે હિમ માનવ એટલે કે યેતી હોવાનો દાવો કર્યો છે.
ભારતીય સેનાએ આ મહિનાની શરૂઆતમાં મકાલૂ બેઝ કેમ્પ પાસે હિમ માનવ એટલે કે યેતી હોવાનો દાવો કર્યો છે. સેના ઘ્વારા ટ્વિટર પર તેની ફોટો પોસ્ટ કરવામાં આવી છે. સેના ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમની માઉંટેરિંગ એકપીડિશન ટીમને બરફમાં વિશાળ માનવના પગ જોવા મળ્યા. હિમાલય રેન્જમાં યેતી જોવા મળવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવા દાવાઓ કરવામાં આવ્યા છે.

મકાલૂ નેશનલ પાર્ક
પોતાની ટવિટ માં સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની માઉન્ટરીંગ ટીમને લગભગ 35*15 ઇંચની સાઈઝના પગના નિશાન જોવા મળ્યા છે. સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના 9 એપ્રિલની છે. સેના ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિશાળ માનવ દેખાવવાની ઘટના મકાલૂ બરુન નેશનલ પાર્કમાં થઇ. ટવિટ સાથે સેનાએ કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા છે.

શુ હોય છે યેતી
યેતી વિશે કઈ પણ કહેવું મુશ્કિલ છે. આ વાતનો નિર્ણય દુનિયામાં હજુ સુધી કોઈ નથી કરી શક્યું કે યેતી ખરેખર હોય છે કે ફક્ત કહાનીનો જ ભાગ છે. ઘણા લોકો ઘ્વારા દાવો કરવામાં આવે છે કે તેમને વિશાળ હિમ માનવને જોયો છે. આ હિમ માનવ કોઈ વનમાનવ અથવા ગોરીલા જેવો દેખાય છે, તેવું કેટલાક લોકોનું કહેવું છે.
|
કઈ પણ સાબિત કરવું મુશ્કિલ
હિમાલય રેન્જની પૂર્વમાં પણ પર્વતારોહી અને વૈજ્ઞાનિકો ઘ્વારા વિશાળ હિમ માનવ જોયાની વાત કહેવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે તે એક રહસ્યમયી પ્રાણી હોય છે. ઘણા અભિયાન દળો ઘ્વારા યેતી જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને પોતાની વાત સાબિત કરવા માટે તેમને પુરાવા પણ આપ્યા છે. પરંતુ હજુ સુધી તેના વિશે કઈ પણ કહેવું ખુબ જ મુશ્કિલ છે.












Click it and Unblock the Notifications
