સેનાના કર્નલ 15 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા

arrested
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: ફરી એકવાર સેનાની ભૂમિકા સવાલોના ઘેરાવામાં છે. કારણ કે રવિવારે સેના એક કર્નલની 15 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મણિપુર પોલીસે સેનાના કર્નલ સાથે છ વ્યક્તિઓની ગેરકાયદેસર રીતે ડ્રગ્સ સપ્લાઇ કરવાના આરોપોમાં ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે તેને ચંદેલ જિલ્લાના પાલેલમાં ત્રણ વાહનો સાથે 15 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેને મ્યાંમાર મોકલવામાં આવી રહ્યું હતું.

6 વ્યક્તિઓ સાથે પહેલાં પાલેલ જિલ્લાના પોલીસ મથકે લાંબી પુછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ બધાની ધરપકડ કરવામાં આવી હતી. જે કર્નલની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ પીઆરઓ કર્નલ અજય ચૌધરી છે. આ ધૃણિત કામમાં તેમનો સાથ આપી રહેલાં તેમના સહયોગી આરકે બબલૂ અને ઇંડિગોના સહાયક મેનેજર બ્રજેદ્ર સિંહ છે.

સેના દ્રારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે પુરી ઇમાનદારી સાથે તપાસ કરવામાં આવશે અને દોષીઓને જરૂર સજા આપવામાં આવશે. જે ડ્રગ્સને ઝડપવામાં આવ્યું છે તેમાં રેસ્પીફેડ,ઓમકોપ, હિલકોલ્ડ, પોલીફેડ અને એક્ટીડેનની ગોળીઓનો સમાવેશ થાય છે.

આ ધટનાથી ચોતરફ ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકોનું કહેવું છે કે સેનાના લોકો પણ પૈસા માટે ગુનાહિત પ્રવૃતિ આદરવાથી દુર રહેતા નથી. જો કે આ મુદ્દે તપાસ ચાલુ છે. જેથી પહેલાંથી કંઇ કહેવું ઉતાવળ કહેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X