For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનનો દાવો, ભારતીય સૈનિકોએ પૈંગોન્ગ સરોવર પાસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા

ચીનનો દાવો, ભારતીય સૈનિકોએ પૈંગોન્ગ સરોવર પાસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ ફરીથી વધી ગયો છે. પૂર્વી લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ફરીથી સંઘર્ષ થયો. એએનઆઈ મુજબ એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના થઈ છે. 45 વર્ષ બાદ એલએસી પર ભારત-ચીન સૈનિકો વચ્ચે ફાયરિંગની સ્થિતિ બની છે. જો કે સરકાર સાથે જોડાયેલા શીર્ષ સૂત્રોનું કહેવું છે કે સીમા પર સ્થિતિ નિયંત્રણમાં છે.

ચીનનો દાવો

ચીનનો દાવો

ચીને દાવો કર્યો કે ભારતીય સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચેતવણી માટે ફાયરિંગ કર્યું એટલે કે વૉર્નિંગ શૉટ્સફાયર કર્યા છે. ચીની સેનાના પ્રવક્તાએ કહ્યું, ચીની સીમા રક્ષકોને હાલાત કાૂમાં કરવા માટે જવાબી કાર્યવાહી કરવા પર મજબૂર થવું પડ્યું છે. જો કે ભારત તરફથી આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ચીની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેનાએ ગેરકાયદેસર રીતે એલએસી પાર કરી અને પૈંગોન્ગ લેકના દક્ષિણી કાંઠે અને શેનપાઓ માઉંટેન વિસ્તારમાં ઘૂસી આવ્યા.

ભારતે વૉર્નિંગ શૉટ ફાયર કર્યા

ભારતે વૉર્નિંગ શૉટ ફાયર કર્યા

નિવેદનમાં કહેવમાં આવ્યું કે ઓપરેશન દરમ્યાન ભારતીયસેનાએ ચીની સીમા રક્ષકોને ધમકી આપવાના અંજામમાં ફાયરિંગ અને ચીની સીમા રક્ષકોને હાલાત સ્થિર કરવા માટે જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું. જેને બહુ ગંભીર ભડકાઉ કાર્યવાહી ગણાવતા ચીને કહ્યું, 'અમે ભારતીય પક્ષને નિવેદન કરીએ છીએ કે આવા પ્રકારની ખતરનાક હરકતો પર તરત લગામ લગાવવામાં આવે.' વાસ્તવિક નિયંત્રણ રેખા પર આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કાલે ભારત અને ચીન વચ્ચે વિદેશ મંત્રી સ્તરની વાર્તા થનાર છે.

વાતચીતથી મુદ્દો ઉકેલવો જોઈએ

વાતચીતથી મુદ્દો ઉકેલવો જોઈએ

ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિદેશ મંત્રાલયના રૂટીન પ્રેસ કોન્ફ્રન્સમાં સવાલોનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ચીન તરફથી યથા સ્થિતિ બદલવા માટે કરાયેલ એક તરફી કાર્યવાહીથી તણાવ વધ્યો છે. હવે મુદ્દાને ઉકેલી આગળ વધવાની એક જ રીતે છે- વાતચીતની, કૂટનૈતિક અને સૈન્ય સ્તર પર. ત્યાં ગ્રાઉન્ડ કમાંડરોની વાતચીત ચાલી રહી છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ અને વિશેષ, પ્રતિનિધિઓ વચ્ચે સહમતિ બની હતી કે જવાબદાર રીતે સીમાના મામલાને ઉકેલે અને એવું કંઈપણ ના કરે જેનાથી સ્થિતિ બગડી શકે.

ED એ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરીED એ ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી

English summary
indian army fired warning shots at LAC claims china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X