સેનાએ સર્જીકલ સ્ટ્રાઇકના 90 મિનિટના વીડિયો રિલીઝને આપી લીલી ઝંડી

Subscribe to Oneindia News

ઘણા સમયથી અમુક લોકો સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહયા હતા. હાલમાં જ એક વીડિયો જારી કરીને પાકિસ્તાન દ્વારા સર્જીકલ સ્ટ્રાઇકને ખોટી ઠેરવવાના દાવાને પોકળ સાબિત કરવાની પીએમ મોદીને અરજ કરવામાં આવી હતી. હવે સમાચાર એ છે કે સેનાએ સર્જીકલ સ્ટ્ર્રાઇકનો વીડિયો ફૂટેજ રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. સેનાએ સરકારને કહ્યું કે તે પાકિસ્તાનમાં કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનો વીડિયો ફૂટેજ જારી કરે શકે છે. સમાચાર છે કે આ વીડિયો લગભગ 90 મિનિટનો છે.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Indian army gives green signal to release surgical strikes video

પીએમઓ લેશે આખરી નિર્ણય

હવે આ સંદર્ભમાં આખરી નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવશે. સેનાએ આ વીડિયો રિલીઝનો નિર્ણય એટલા માટે લીધો કારણકે જે લોકો સેના દ્વારા કરાયેલા આ સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમને પોતાના સવાલોનો જવાબ મળી શકે. વળી આ તરફ, આ વીડિયો રિલીઝ કરવાથી પાકિસ્તાનને પણ મુહતોડ જવાબ મળશે. તમને જણાવી દઇએ કે જ્યારથી સેનાએ સર્જીકલ સ્ટ્રાઇક કર્યું છે ત્યારથી પાકિસ્તાન આ સર્જીકલ સ્ટ્રાઇકને માનવાનો ઇનકાર કરી રહ્યું છે.

Indian army gives green signal to release surgical strikes video

29 સપ્ટેમ્બરે થઇ હતી સર્જીકલ સ્ટ્રાઇક

તમને જણાવી દઇએ કે ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બરે પાકિસ્તાન અધિક્રુત કાશમીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી, જે અંતર્ગત 7 આતંકવાદી છાવણીઓ નિશાન બનાવી આશરે 38 આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાન સતત આ વાત માનવાથી ઇનકાર કરી રહ્યો છે. સર્જીકલ સ્ટ્રાઇકને લઇને માત્ર પાકિસ્તાને જ સવાલ નથી ઉઠાવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા સંજય નિરુપમ અને દિગ્વિજય સિંહે પણ સવાલ ઉઠાવ્યા છે. આના કારણે જ હવે સેનાએ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા સામે લાવવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે.

Indian army gives green signal to release surgical strikes video

તણાવ વધવાનો ડર

વીડિયો રિલીઝ કરવામાં એક સૌથી મોટી મુશ્કેલી એ છે કે આને રિલીઝ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ન જાય. આ જ કારણ છે કે સરકાર વીડિયો રિલીઝ કરવામાં અચકાઇ રહી છે. તમને જણાવી દઇએ કે જો આ વીડિયો સામે આવશે તો તેનો સૌથી મોટુ નુકશાન પાકિસ્તાનને થશે. પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના પોતાના જ દેશમાં ઘેરાઇ જશે, કારણકે તે સતત આ પ્રકારનું કોઇ સર્જીકલ સ્ટ્રાઇક ન થયુ હોવાનો દાવો કરી રહ્યું છે.

Indian army gives green signal to release surgical strikes video

વીડિયો સાથે ફોટા પણ

સેનાના ઉચ્ચ રણનીતિકારોએ જણાવ્યું કે સેના પાસે સર્જીકલ સ્ટ્રાઇકની માત્ર વીડિયો જ નહિ પરંતુ ફોટા પણ છે. આ ફોટા સૈનિકો અને અનમેંડ એરિયલ વીકલ્સથી ખેંચવામાં આવ્યા છે.

English summary
Indian army gives green signal to release surgical strikes video.
Please Wait while comments are loading...